સાઉદીમાં હજ માટે મંજૂરી ભારતમાં રાજકીય કાર્યક્રમો યોજાય છે ત્યારે નવરાત્રી માટે મંજૂરી કેમ નહીં….?

ભારતે એક સાચા અર્થમાં રાજકીય ક્ષેત્રનો તજજ્ઞ ગુમાવ્યો છે…૮૪ વર્ષની ઉંમરે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. જેમની રાજકીય ક્ષેત્રે વિરોધ પક્ષ સહિતના તમામ પક્ષોને એક સાથે બેસાડવાની અજોડ કળા હતી….. તેઓને શ્રદ્ધાંજલિ…… દૃેશમાં કોરોના વાયરસે પોતાની ઝડપ વધારી દીધી છે. ૩૬ લાખ ૭૦ હજારથી વધુ લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. જ્યારે મૃતાક ૬૫૦૦૦ નો આંક વટાવી ગયો છે. જો કે લગભગ ૨૮ લાખ ૩૦ હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા વધતી જઈ રહી છે અને ૯૬,૫૦૦ કેસ પર સંખ્યા પહોંચી ગઈ છે… જોકે સ્વસ્થ થવા ની સંખ્યા પણ વધવા લાગી છે. વર્ષાઋતુને લઇને ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખેતીને નુકસાન થયું છે…. જેમાં ખાસ તો તુવેર, મગફળી, તલ, અડદ, કપાસ સહિત નો પાક ધોવાઈ ગયો છે.. તો અતિવૃષ્ટિ અને પૂરને કારણે શાક-ભાજી, બકાલાની હેરફેર અટકી જતા શહેરી વિસ્તારોમાં તેના વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચાલી રહી છે. જ્યારે આ વર્ષે ગુજરાતમાં પાણીની અછતની સમસ્યા ઊભી નહીં થાય…..! કારણ કે ૭૮ જેટલા તળાવો ૧૦૩ જેટલા ડેમો અને જે તે ગ્રામ્ય વિસ્તારની તલાવડીઓ વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગઇ છે… જોકે ખેતીમા નુકશાન થતાં ખેડૂતો પોક મૂકીને રડી રહૃાા છે… કારણ તેમનો પાક, વાવેતર તણાઈ ગયું એટલે કે ખાતર, બિયારણ, દવાનો ખર્ચ ભારે પડી ગયો છે. તો વરસાદી પાણી રોડ- રસ્તાઓ ઉપર ફરી વળતા રાજ્યની એસટી બસો પર મોટી અસર થઈ છે ૪૮ જેટલા રૂટો પર દોડતી બસોને અટકાવી દૃેવાની ફરજ પડી છે અને ૨૯૮ જેટલા રોડ રસ્તા બંધ કરી દૃેવા પડ્યા છે જેમાં રાજ્ય હાઇવેના ૩૪ જેટલા રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. તો ભરૂચ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે… નર્મદાના પાણી ફરી વળ્યા છે અને તે કારણે હોડીઓ ફરતી થઈ ગઈ છે. જે રાજ્ય માટે ચિંતાનો વિષય બની ગયો છે. બીજી તરફ અમદાવાદમાં મચ્છરોના ત્રાસ સાથે રોગચાળાની શરૃઆત થઈ ગઈ છે જેનાથી નગરજનો પરેશાન થઈ ગયા છે…..!?
દગાખોર મિત્ર ચીને પુન: પેગોગમાં લશ્કરી ઘૂસણખોરીનું ઉંબાડિયું કર્યું જો કે લશ્કરે તેનો સામનો કરતા ચીની સૈનિકોને પાછા હટવું પડ્યું છે. ચીનની નજર અરૂણાચલ પ્રદૃેશ ઉપર હોવાનું નિષ્ણાતો માની રહૃાા છે.. અને તે માટે સરહદી ઉબાડીયા ચાલુ રાખી તેમજ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધારવા સાથે શ્રીનગર લેહ માર્ગ પર ઘુસવા પ્રયત્ન કરવા માટે પ્રયાસો કરાવીને ભારતીય લશ્કરને આવા સ્થળ ઉપર રોકવાના પ્રયત્નો થઇ રહૃાા છે. જોકે ભારતીય લશ્કરની ત્રણેય પાખો સંપૂર્ણ સજ્જતા સાથે આધુનિક શસ્ત્રો સાથે ચીન-પાક સરહદૃે મોટી સંખ્યામાં ગોઠવાઈ ગઈ છે. અત્યારે દૃેશભરમાં ચીન સામે ભારે આક્રોશ ફેલાયો છે તેમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે દૃેશભરમાં અનલોક ચાર જાહેર કરી શાળાઓ, બંધિયાર થિયેટરો જેવા સ્થળો પર પાબંધી યથાવત રાખી છે. ત્યારે હવે દૃેશ ભરના લોકોએ વધુ જાગૃત થઈ જવાની જરૂર છે. લોકોએ સ્વયં કોરોના બાબતે આરોગ્ય તંત્રના નિર્દૃેશોનું પાલન કરવું જરૂરી છે. હવે કોરોનાનો સામનો કરવાની સંપૂર્ણ જવાબદારી આમ પ્રજાની રહેશે. તે નિશ્ર્ચિત છે…..! જો કે કોરોના સામે પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. તો કર્ણાટકમાં કેટલાક વિસ્તારોમાં ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ જાહેર કર્યું છે. દરમિયાન ભારત સરકારે અનલોક ૪ જાહેર કર્યું તેમાં અગત્યના ધાર્મિક તહેવારો બાબતે કોઈ ઉલ્લેખ નથી કર્યો. ત્યારે લોકોમાં આ બાબતે આક્રોશ સાથે સવાલી ચર્ચાઓ બહુ ચાલી રહી છે… જેમાં સાઉદી અરેબિયાએ હજ માટે કોરોનાનો સામનો કરનારા, કોરોનાથી સ્વસ્થ થયેલાઓને હજ માટે મંજૂરી આપી છે. તો ભારત સરકાર વિદૃેશો સાથે અનેક બાબતોમાં ભારતની સરખામણી કરતી રહે છે કે ઉદૃાહરણો આપે છે… ત્યારે નવરાત્રિ જેવા તહેવારો માટે ધંધાદારીઓને નહિ પરંતુ જે તે વિસ્તારોમાં શેરી, મહોલ્લા, સોસાયટીઓ,લેટો માટે સ્થાનિકોને નવરાત્રી મનાવવાની-ગરબા માટેની મંજૂરી આપવી જોઈએ… કારણ રાજકીય ક્ષેત્રે રેલીઓ નીકળે છે, ગરબા ગવાય છે, સમારંભો યોજાય છે તો પછી નવરાત્રિ માટે મંજૂરી કેમ નહીં…..?