સાઉદી અરબના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડનું રિલાયન્સ રિટેલમાં ૯,૫૫૫ કરોડનું રોકાણ

  • પીઆઈએફ રિલાયન્સ રિટેલનો ૨.૦૪ ટકા હિસ્સો ખરીદશે

 

ચોતરફ વિશ્વ સમગ્ર કોરોનાની આર્થિક મંદીમાંથી પસાર થઈ રહૃાું છે પરંતુ, ભારતના સૌથી ધનિક વ્યકતિ મુકેશ અંબાણી માટે કોરોના કે લોકડાઉન કઈંક ફરક જ નથી પાડી રહૃાું.

કોરોના મહામારી છતા એક બાદ એક રિલાયન્સ રીટેલમાં વિદેશી પૈસાનો વરસાદ થઈ રહૃાો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળની રિલાયન્સ રીટેલમાં સાઉદીના જાહેર ફંડે વધુ પૈસા ઠાલવવાનો નિર્ણય કર્યો છે.

રીપોર્ટ અનુસાર સાઉદી PIF(પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ)એ રિલાયન્સ રીટેલમાં ૨.૦૪% હિસ્સેદારી ખરીદવાનો નિર્ણય કર્યો છે.

સાઉદીનું ફંડ રિલાયન્સ રીટેલમાં હિસ્સેદારી ખરીદવા ૧.૩ અબજ ડોલરનું રોકાણ કરશે. ભારતીય પૈસા પ્રમાણે જોઈએ તો રિલાયન્સ રીટેલમાં સાઉદી PIF અંદાજિત ૯૫૫૫ કરોડનું રોકાણ કરશે.

આ સાથે રિલાયન્સ જિયો બાદ રીટેલમાં પણ વિદેશી રોકાણકારોએ કુલ ૧૦.૦૯% હિસ્સેદારી ખરીદીને અંબાણી સમૂહ પરનો વિશ્વાસ પેદા કર્યો છે. વિશ્વના ટોચના ૮ ફંડોએ રિલાયન્સ રીટેલમાં કુલ રૂ. ૪૭,૨૬૫ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.