સાઉદી અરબે ઇઝરાયેલની સાથે શાંતિ કરાર માટે શરત મૂકી

  • જ્યાં સુધી ઈઝરાયેલ પેલેસ્ટાઈનની સાથે શાંત કરાર નહીં કરે ત્યાં સુધી ડિપ્લોમેટિક સંબંધ સ્થાપિત નહીં થાય: સાઉદી

    ઈઝરાયેલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરાર બાદ એવી અટકળો લાગી રહી છે કે પશ્ર્ચિમ એશિયાના વધુ કેટલાક દૃેશો વહેલી તકે આવું કરી શકે છે. ત્યાંજ સાઉદી અરબે ઈઝરાયેલની સાથે સાર્વજનિક સ્તરે સંબંધ સ્થાપિત કરવા માટે શરત રાખી છે.
    સાઉદી સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ઈઝરાયેલ પેલેસ્ટાઈનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેઓ તેમની સાથે રાજદ્વારી સંબંધિ સ્થાપિત નહીં કરે. હાલમાં જ એક ઐતિહાસિક કરાર કરતા સંયુક્ત રાષ્ટ્ર અમીરાતે ઈઝરાયેલને માન્યતા પ્રદાન કરી અને તેમની સાથે રાજદ્વારી સંબંધ પણ સ્થાપિત કર્યા.
    ઈઝરાયેલ અને સાઉદીની વચ્ચે હાલના કેટલાક વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધ સારા થયા છે. સાઉદી અરબ અને ઈઝરાયેલ બંને દૃેશો ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાનો વિરોધ કરે છે. આ ઉપરાંત બંને દૃેશ યમન, સીરિયા, ઈરાક અને લેબનાનમાં ઈરાનની આકાંક્ષાઓને લઈને િંચતિત છે.