સાચા પત્રકારત્વ અને લોકોનાં પ્રશ્ન માટે જાગૃત અવધ ટાઇમ્સનું શ્રી કેશુબાપાએ સન્માન કર્યુ હતુ

  • શ્રી કેશુબાપા અમરેલી જિલ્લા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતાં
  • ચલાલાના પરબડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુબાપાએ અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણનું મોમેન્ટોથી સન્માન કર્યુ હતુ

અમરેલી,
રાજ્યના પુર્વ મુખ્યમંત્રી અને ભાજપના પાયામાં રહેલા જુના જનસંઘી શ્રી કેશુબાપા અમરેલી જિલ્લા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા અવધ ટાઇમ્સ દ્વારા વખતો વખત પ્રસિધ્ધ કરાતા દરેક અહેવાલની નોંધ લઇ શ્રી કેશુબાપાએ અમરેલી જિલ્લાના વિકાસ માટે પાયો ધરબ્યો હતો અમરેલીનો ઠેબી ડેમ હોય કે કોઇ લોકપ્રશ્ર્ન હોય અવધ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થતા અહેવાલોને પગલે અને સાચા પત્રકારત્વ અને લોકોના પ્રશ્ર્ન માટે જાગૃત અવધ ટાઇમ્સનું શ્રી કેશુબાપાએ જાહેર સન્માન કર્યુ હતુ. ચલાલાના પરબડી ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં વિકાસમાં યોગદાન આપનાર સાચા પત્રકારત્વને બિરદાવી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુબાપાએ અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણનું મોમેન્ટોથી સન્માન કર્યુ હતુ તેનું સંભારણુ તસ્વીરમાં નજરે પડે છે.