સાજિદ ખાનનો વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો
ફિલ્મમેકર સાજિદ ખાન હાલ મુસીબતમાં ફસાયેલા છે. જ્યારથી તેમણે બિગ બોસમાં એન્ટ્રી કરી છે અનેક અભિનેત્રીઓ તેમના પર પોતાના નિવેદન આપી રહી છે. મીટુના આરોપને લઈને ૪ વર્ષ સુધી મોટા પડદૃાથી દૃૂર રહેનારા સાજિદ ખાનનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાની સગાઈના તૂટવાથી લઈને, પોતાની ભૂતકાળની રિલેશનશીપ અંગે તથા અન્ય અનેક ખાનગી રહસ્યોને કેમેરા સામે ખોલતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેઓ વધુ ટ્રોલ થઈ રહૃાા છે. સાજિદ ખાન હાલ ’બિગ બોસ ૧૬’ માં પોતાની એન્ટ્રીને લઈને વિવાદમાં છે. બિગ બોસમાં પહેલા દિવસથી જ સાજિદ ખાન એક પછી એક મોટા ખુલાસા કરી રહૃાા છે. શોના પ્રીમીયર પર તેમણે સલમાન ખાન સામે જ સ્વીકાર્યું હતું કે તેમને પોતાના સ્ટારડમ પર ઘમંડ હતો. હવે સાજિદ ખાનનો વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાના કેરેક્ટર પર વાત કરતા જોવા મળે છે અને ગૌહર ખાન સાથે સગાઈ તૂટવા ઉપર પણ વાત કરી. તેમનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહૃાો છે. સાજિદ ખાનનો જે જૂનો ઈન્ટરવ્યુ હાલ વાયરલ થઈ રહૃાો છે તેમાં તેમણે પોતાના ભૂતકાળના સંબંધો પર વાત કરી છે. વીડિયોમાં તેમણે ગૌહર ખાન સાથે સગાઈ તૂટવાની વાત પણ સ્વીકારી અને કહૃાું કે અનેક લિંકઅપ હોવા છતાં તેમણે ક્યારેય લગ્ન કર્યા નહીં. તેમણે કહૃાું કે ગૌહર સાથે સગાઈ થઈ હોવા છતાં અનેક યુવતીઓને તેમણે આઈ લવ યુ કહૃાું હતું. તેમની સાથે બહાર ઘૂમી રહૃાા હતા. દરેક યુવતીને લગ્ન માટે પ્રપોઝલ આપતા હતા અને કેટલીક યુવતીઓ તો ગંભીર પણ થઈ જતી હતી અને એ રીતે તો મારા ૩૫૦ લગ્ન થવાના હતા