સાજીદે ભાઇના નિધન બાદ સરનેમ વાજીદ રાખવાનો નિર્ણય કર્યો

વર્ષ ૨૦૨૦ ખુબજ ખરાબ રહૃાુ. કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ આનાથી બચી ન શકી. તો આ વર્ષમાં માની ન શકાય એવા દિગ્ગજ કલાકારોએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ. મ્યુઝિક કંપોઝર વાજીદ ખાન કિડનીની બીમારી અને કોરોનાના કારણે ૧ જૂન ૨૦૨૦ના અંતિમ શ્ર્વાસ લીધા. ત્યારથી સાજીદ-વાજીદની જોડી ખંડીત થઇ ગઇ ત્યારથી ભાઇ સાજીદ ખુબજ દુ:ખી છે. ભાઇને યાદ કરીને તે ભાવુક થઇ જાય છે.

સાજીદે હમણા જ તેના ભાઇને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. સાજીદ હંમેશા યાદ કરે છે કે જ્યારે મુશ્કેલીનો સમય ચાલતો હતો ત્યારે ભાઇએ જ તેની મદદ કરી. સાજીદે તેના ભાઇના નિધન પછી પોતાની સરનેમ વાજીદ રાખી દેવાનો નિર્ણય કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ભાવુક થતા સાજીદે આ વાત જણાવી હતી.

સાજીદે કહૃાુ હુ નહોતો ઇચ્છતો કે લોકો મને સાજીદ ખાન તરીકે ઓળખે આથી મે મારી સરનેમ વાજીદ કરી દીધી છે. હવેથી મારૂ નામ જ સાજીદ-વાજીદ છેહુ જીવીશ ત્યાં સુધી આ જ નામ રહેશે. ભલે ભાઇ સદેહે મારી સાથે નથી લોકો અમારા નામને એક સાથે જ કાયમી લેશે.

સાજીદે કહૃાુ કે મને ભાઇ એટલો વહાલો હતો કે તમામ લોકો મનાઇ કરતા રહૃાા અને હું પીપીઇ કીટ પહેરીને વાજીદને મળ્યો હતો. હું કહેતો જે થવાનું હશે તે થશે પણ ભાઇને આ રીતે આઇસીયુ માં ન છોડી શકુ. મને આખી જિંદગી તેની કમી રહેશે તેની જગ્યા ક્યારેય કોઇ ન લઇ શકે.