સાજીયાવદર સીમમાં ધારીના પ્રોૈઢ સાથે છેતરપીંડી

અમરેલી, ધારી પ્રેમપરામાં રહેતા રમણીકભાઈ ગોંવિદભાઈ વાઘેલા ઉ.વ.39 ને વિશ્ર્વાસમાં લઈ સાજીયાવદર ગામના મધુ રામજીભાઈ બોરડે ગામની સીમની કેનાલ પાસે હાથ ઉછીનાં રૂ/-3,00,000 લઈને પૈસા પરત આપવા સ્ટેેમ્પ ઉપર લખાણ કરી બંધાયેલ હોવા છતા બાકી રહેતા રૂ/-2,95,000 નહી આપી છેતરપીંડી કર્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ