સાત દિ’થી પાણી વગર ટળવળતી રાજુલાની જનતા

  • મહી યોજનાની પાઇપલાઇન તુટી જતા અને ધાતરવડીનું પાણી ધીમી ગતિએ આવતા 
  • તા.14મી થી મહિ યોજનાની તુટેલી પાઇપલાઇન રિપેરીંગ કરવાની કામગીરી નવ-નવ દિવસ સુધી પુરી ન થતા ભર શિયાળે રાજુલામાં પીવાના પાણી માટે દેકારો બોલી ગયો
  • શ્રી હિરાભાઇ સોલંકીએ તંત્રનો કાન આમળતા આજે દસમાં દિવસે રાજુલાને અપાતા મહિ યોજનાનો પુરવઠો પુર્વવત થશે : ધાતરવડીમાં પુષ્કળ પાણી છતા રાજુલા તરસ્યું

રાજુલા,
મહી યોજનાની પાઇપ લાઇન તુટી જતા સાત દિવસ સુધી પાણી વિના લોકોએ રહેવું પડ્યું હતું આ અંગે શ્રી હિરાભાઇ સોલંકીની રજુઆતથી પાણી મળતુ થશે. રાજુલામાં છેલ્લા નવ દિવસથી મહિ યોજનાના પાણીની સપ્લાય બંધ થતા અને ધાતરવડીનું પાણી ધીમી ગતિએ મળતા રાજુલામાં ભર શિયાળે પાણી માટે દેકારો બોલી ગયો હતો પુર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઇ સોલંકીના પ્રયાસથી આજે શનિવારે દસમાં દિવસે રાજુલાને પીવાનું પાણી મળતુ થાય તેવા સંજોગ ઉભા થયા છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, ગઇ તારીખ 14 થી રાજુલા શહેરમાં પાણી મળતું નથી સમગ્ર સોસાયટીઓમાં નગરપાલિકા ની વ્યવસ્થા સામે રોષ ઉભો થયો હતો ઠેર ઠેર પાણીનો ત્રાસ જોવા મળ્યો હતો આજે નગરપાલિકાના સત્તાવાળાને જણાવતા જણાવ્યું હતું કે તારીખ .14થી મહી પરિવારજનોની પાઇપ લાઇનો તૂટી ગઈ હોવાથી રાજુલા શહેરમાં પાણી મળતું નથી અને પાઇપલાઇનો અને રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે.
આજે આ પ્રશ્ર્ને રાજુલા મહી યોજનાનાં નાયબ કાર્યપાલક ચૌધરીનો સંપર્ક સાધતા કહ્યું હતું કે આજે તારીખ 23 ના સાંજ સુધીમાં પાઇપ લાઇન રીપેરીંગ કરી દેવામાં આવશે .ધાતરવડી ડેમનું પાણીની પાઈપલાઈન પણ આજે શરૂ કરી દેવામાં આવી છે રાજુલા શહેરમાં પાણી મળતું થઇ જશે આ પ્રશ્ર્ને પૂર્વ ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકીએ યુદ્ધના ધોરણે પાણી આપવા માટે પાણી પુરવઠા અને મહી યોજના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરી હતી અને તેમને જણાવાયુ હતુ કે રાજુલા શહેરમાં શનિવારથી પાણી મળતું થઇ જશે.