સાત દિવસ બાદ રકુલપ્રીત સિંહનો કોરોના ટેસ્ટ નેગેટિવ

૭ દિવસ પહેલાં રકુલપ્રીત સિંહે સોશિયલ મીડિયા પર પોતાની કોરોના પોઝિટિવ હોવાની વાત શેર કરી હતી. ત્યારબાદ તેણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા અપીલ કરી હતી. હવે રકુલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કરી છે. રકુલ થોડા દિવસ અગાઉ અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ’મઈડે’નું શૂટિંગ કરી રહી હતી.

એક્ટ્રેસે તેની પોસ્ટમાં લખ્યું છે, ’આ જણાવીને ખુશી થાય છે કે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું સંપૂર્ણ રીતે સારું અનુભવી રહી છું. તમારા બધાની પ્રાર્થના માટે આભાર. નવા વર્ષની રાહ નથી જોઈ શકતી જે સારી હેલ્થ અને પોઝિટિવિટીથી ભરપૂર હોય.’

રકુલના અપકિંમગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ’મઈડે’નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મમાં તેનો રોલ પાયલટનો છે. અજયે ૧૧ ડિસેમ્બરે શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મનો ડિરેક્ટર અને પ્રોડ્યુસર તે ખુદ છે. ફિલ્મ ૨૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.