સાત વર્ષથી ફરાર અપહરણનાં આરોપીને પકડી પાડતા એએસપી શ્રી અભય સોની

  • યુવાન આઇપીએસ શ્રી અભય સોનીએ ભગાડી જવાયેલ યુવતીને પણ શોધી કાઢી

અમરેલી, લીલીયા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી.ચાવડાનાએ નાસતા ફરતા આરોપીઓને પકડવાં ટીમ બનાવી બાતમીદારોને સક્રીય કરી નાસતા ફરતા આરોપીઓની વોચમાં રહેલ તે દરમિયાન લીલીયા પો.સ્ટે.ના બોડીયા ગામમાંથી આજથી સાતેક વર્ષ પહેલા એક સગીર વયની છોકરીને ભગાડી લઇ ગયેલ હોય જે બાબતે લીલીયા પો.સ્ટે.માં વર્ષ 2014 માં ફ.ગુ.ર.નં.08/2014 ઇ.પી.કો. કલમ 363, 366 વિ. મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં આરોપી આજદીન સુધી નાસતો ફરતો મનજીભાઇ ઉર્ફે મુન્નાભાઇ જશાભાઇ ઉર્ફે જેશીંગભાઇ સોંદરવા રહે-બોડીયા તા.લીલીયાને પકડી પાડેલ છે. અપહરણના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસતાં ફરતાં આરોપીને પકડી પાડેલવામાં તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતાં મેળવેલ છે.