સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ સાથ નિભાના સાથીયા આજ કાલ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ સિરિયલના ડાયલોગનું એક રેપ વર્ઝન સામે આવ્યું હતું. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાું છે. રસોડે મેં કૌન થા તે સોગ સામાન્ય લોકોમાં જ નહીં પરંતુ સેલિબ્રીટીમાં પણ ફેમસ થઈ રહૃાું છે. આ રેપ વર્ઝનમાં કોકીલા બહેન, પોતાની વહુ ગોપી અને રાશિ પર ગુસ્સે થતી જોવા મળે છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ થયો છે તે જોતાં તેની લોકપ્રિયતાનો ફાયદૃો ઉઠાવવા હેતુથી તેના મેકર્સે નવી જ વ્યવસ્થા કરી છે.
તેમણે આ સિરિયલનો પ્રોમો તૈયાર કર્યો છે. તેમાં ગોપી વહુ એટલે કે દૃેવોલિના ભટ્ટાચાર્ય પણ જોવા મળે છે પરંતુ એવા પણ સમાચાર છે જે જાણીને સિરિયલના ફેન્સ દૃુખી થઈ જશે. એક અહેવાલ મુજબ સાથ નિભાના સાથીયા પાર્ટ-૨માં નવા કલાકારો આવી રહૃાા છે અને આ સંજોગોમાં કદૃાચ ગોપી વહુ હવે દૃેખાશે નહીં. નવા પાર્ટમાં ગોપી વહુને બદલે નવું પાત્ર ગહના જોવા મળશે. મેકર્સ હવે ગહનાની શોધમાં લાગી ગયા છે.