સાપુતારામાં રૂ.૬૨, અંબાજીમાં રૂ.૧૧૮, પાવાગઢમાં રૂ.૧૪૧ અને ગિરનારમાં રૂ.૮૨૬ ભાવ

  • જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ઘટાડી રૂ. ૭૦૦ કરાયો
  • જૂનાગઢ રોપ-વે ની ટીકીટના ઊંચા દરને લઈને જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધ વંટોળથી આજે ઉષા બ્રેકો કંપનીએ નવી જાહેરાત કરી હતી, પરંતુ તે પણ જાણે લોલીપોપ સમાન હોય તેવું લાગી રહૃાું છે. ગિરનાર રોપ-વેની ટિકીટના દર નક્કી કરાયા છે. જેમાં રોપ વે બનાવના ઉષા બ્રેકોએ ભાવ ઘટાડ્યો છે, પરંતુ જીએસટીનો ઉમેરો કર્યો છે. જેથી જીએસટી સાથે રૂ.૭૦૦નો ભાવ નક્કી કરાયો છે. બાળકોની ટિકીટનો દર જીએસટી સાથે રૂ.૩૦૦નો થાય છે. એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂપિયા ૭૦૦ની સાથે ૧૮% અલગથી જીએસટી લેવાતું હતું. હવે નવા ભાવ ૭૦૦ રૂપિયા જીએસટી સાથે લેવાશે. બાળકોની ટિકિટમાં પણ જીએસટી ઉમેર્યું છે. બાળકોની ટિકીટનો જુના ભાવ ૩૦૦ + જીએસટી લેવાતા હતા. હવે નવા ભાવ માત્ર ૩૦૦ રૂપિયા જીએસટી સાથે લેવાશે. ટિકિટના દરને લઈને વિરોધ ઉઠતા આ નિર્ણય લેવાયો છે.
    તમને જણાવીએ કે સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતા ગિરનાર રોપ વે ની સફર સૌથી મોંઘી છે. કંપનીએ જાહેર કર્યા મુજબ હવેથી પુખ્તવયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે ૧૮ ટકા જીએસટી સાથે ૭૦૦ રૂપિયા અને બાળકોના ૩૫૦ ચૂકવવાના રહેશે, જયારે એક તરની મુસાફ્રી માટે જીએસટી સાથે ૪૦૦ રૂપિયા નક્કી કર્યા છે, પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર ૮ રૂપિયાનો જ ફયદો જોવા મળ્યો છે. પહેલા પુખ્ય વયના લોકોની ૭૦૮ અને બાળકોના ૩૫૪ ટીકીટ લેવામાં આવતી હતી, હવે તેમાં માત્ર ૮ રૂપિયા અને ૪ રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને ભરમાવાની વાત કરી રહૃાાનું જોવા મળી રહૃાું છે. અંતે રવિવારે જયારે લોકો માટે રોપ વે ખુલ્લો મુકવામાં આવ્યો તે દિવસે ટીકીટ બારીએ લોકોને માલુમ પડયું કે એક વ્યક્તિના ૭૦૮ અને ૨૧ દિવસ પછી ૮૨૬ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. છેક સુધી સરકાર અને એજન્સી એકબીજા પર ખો આપતી જોવા મળી હતી.
    જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલએ આજે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, રોપ વે ની ટીકીટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, તો ટીકીટના દર ઘટાડવા લોકોની લાગણીઅને માંગણી છે, આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટીકીટના દર વ્યક્તિ દીઠ ૪૦૦ રૂપિયા આસપાસ રહે તેવી માંગણી કરી છે. ગુજરાતમાં બનેલા રોપ વે ની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપ વે ની સફર માટે વયસ્ક પ્રવાસીના ભાવ ૬૨ રૂપિયા છે, તો ૧૯૮૬ માં પંચમહાલ જિલ્લામાં પાવાગઢમાં ડુંગર પર માં મહાકાળીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ ૧૪૧ છે, તો ૧૮૯૮ માં અંબાજીમાં માં અંબાજીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ ૧૧૮ છે, જયારે ગિરનાર પર માં અંબાના દર્શન માટે રોપ વે નો ભાવ હાલ ૭૦૮ અને ૨૧ દિવસ પછી ૮૨૬ થનાર છે. પાવાગઢ રોપ વે ની લંબાઈ ૭૬૩ મીટર, અંબાજી રોપ વે ૩૬૩ મીટર અને ગિરનાર રોપ વે ૨૩૨૦ મીટર લાંબો છે, જેમાં લંબાઈ વધારે તેમ તેના ભાવ પણ ૭ ગણા વસુલવામાં આવી રહૃાા છે. આને લઈને રાજ્ય સરકારે ભાવ નક્કી કરવા માટે દરમિયાનગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.