સાયબર ક્રાઇમને રોકવા અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ઝુંબેશ

અમરેલી,
જેમ મોબાઇલનો વપરાશ વધ્યો છે અને મોબાઇલ સાથે બેંક એકાઉન્ટ લીંક થવાની સુવિધાઓ સાથે ઓનલાઇન ઠગાઇનું પ્રમાણ પણ વધ્યુ છે દેશભરમાં સાયબર ક્રાઇમે નવા નવા રંગરૂપ સાથે નવા નવા પ્રકારનીછેતરપીંડીથી લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યા છે તેવા સમયે અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા ચાલતા પ્રયાસોનો એસપીશ્રી હિમકરસિંહ દ્વારા વ્યાપ વધારાશે અને સાયબર ક્રાઇમને રોકવા અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. દાખલા તરીકે કાજુ કે બદામ બજારમાં 600 થી 1000 સુધી મળતા હોય તેને માત્ર 300 રૂપીયામાં આપવાની ઓફર આપી ઓનલાઇન પેમેન્ટ મેળવી અને વસ્તુઓ અપાતી નથી આવી સસ્તા ભાવની વસ્તુઓ માટે ઓનલાઇન પેમેન્ટ તથા ઓટીપી અને ક્રેડીટકાર્ડ માટે માંગવામાં આવતી વસ્તુઓ ભારે પડી શકે છે વળી વિડીયો કોલીંગમાં પણ ફેઇસ કટ કરી એડીટીંગ કરી થતી જીવલેણ છેતરપીંડી સહિતની મોબાઇલમાં થતી ઠગાઇ રોકવા ઝુંબેશ શરૂ થઇ છે. જુદા જુદા પ્રકારે થતી ઓનલાઇન છેતરપીંડી અને બ્લેકમેઇલીંગ વિશે લોકોને સમજ આપી અને તેનાથી કેવી રીતે બચી શકાય તેના માટે એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં જિલ્લાભરમાં પોલીસ તંત્ર દ્વારા જાગૃતી ફેલાવવાનાં પ્રયાસો વેગવંતા બનશે સમયની સાથે ચાલી પોલીસ તંત્ર દ્વારા લોકોને આ ઠગાઇથી બચાવવા સુંદર કામગીરી કરાઇ રહી છે.