સારાભાઈ જ સારાભાઈ ફેમ રાજેશ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુંબઈ,તા.૨૯
પાર્થ સમથાન, શ્રેણુ પરીખ, મોહેના કુમારી જેવા ટીવી સેલેબ્સ બાદૃ હવે સારાભાઈ જ સારાભાઈ ફેમ રાજેશ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટરને કોરોનાના કોઈ લક્ષણ ન હતા પરંતુ સતત થાક લાગતા તેણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ નીકળ્યો. તેને શંકા છે કે ગણેશ ચતુર્થીની શોિંપગ દરમ્યાન તે કોરોનાના સંપર્કમાં આવ્યા છે.
કોરોના પોઝિટિવ હોવાની વાત ખુદ રાજેશે સોશિયલ મીડિયા પર આપી છે. રાજેશ કુમારે ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, હું મારા ફેન્સ અને બધા શુભિંચતકોને જણાવવા ઈચ્છું છું કે હું કોરોના પોઝિટિવ છું. મને કોઈ લક્ષણ નથી અને હાલ હું ઘરે જ ક્વોરન્ટીન છું. હું મારુ ધ્યાન રાખી રહૃાો છું અને એકદૃમ ઠીક છું. આટલો પ્રેમ અને પ્રાર્થના આપવા બદલ તમારો આભાર માનું છું. તમને બધાને હું સ્ટાર ભારતના શો એક્સક્યુઝમી મેડમમાં મળીશ.
લવ યુ ઓલ. રિપોર્ટ આવ્યા બાદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમ્યાન રાજેશે કહૃાું કે, તેમને પહેલા દિવસથી જ કોઈ લક્ષણ દૃેખાયા ન હતા. તે થોડા દિવસ પહેલાં ગણેશ ચતુર્થી માટે ઘરની બહાર શોિંપગ કરવા ગયા હતા ત્યાં સંક્રમણના સંપર્કમાં આવ્યા હશે. તેણે જણાવ્યું કે મને પહેલા દિવસથી તાવ કે ઉધરસ કઈ નથી. પણ તેને દિવસભર થાક લાગતો હતો. સાવચેતી રૂપે તેણે ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવતા તે ઘરે જ ક્વોરન્ટીન છે.