સારા અલી ખાનને ડેટ કરવા બાબતે વિજય દૃેવરકોંડાનો ખુલાસો

સુપરસ્ટાર વિજય દૃેવરકોંડા તેલુગુ સિનેમાના ટોચના સ્ટાર પૈકીનો એક છે. અત્યાર સુધીમાં વિજયે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ સાથે જ વિજય આજકાલ પોતાની આવનારી ફિલ્મ લાઈગરને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ પહેલા વિજય કરણ જોહરના ટોક શો ’કોફી વિથ કરન’ના કારણે થોડો વધારે ચર્ચામાં આવી ગયો છે. શોમાં ફિલ્મની સાથે જ વિજયે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરી છે. થોડા સમય પહેલા સારા અલી ખાને તે વિજય દૃેવરકોંડાને ડેટ કરવા માંગતી હોવાનું કહૃાું હતું. જે અંગે વિજયને પૂછવામાં આવ્યું તો આના પર વિજયે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. વિજય દૃેવેરાકોંડાને ’કોફી વિથ કરણ’ શોમાં સારા વિશે સવાલ કરવામાં આવ્યા હતા. કરણે વિજયને સારા અલી ખાનને ડેટ કરવાનું પસંદ કરીશ? તેવો સવાલ કર્યો હતો. જેના જવાબમાં વિજયે એક ઝાટકે જવાબ આપ્યો હતો કે, કોફી વિથ કરણ’નો સારા એપિસોડ જોતા જ મેં તેને મેસેજ કર્યો હતો. વિજય ઉમેરે છે કે, હું ’રિલેશનશિપ’ શબ્દ યોગ્ય રીતે બોલી પણ શકતો નથી, તો હું તેમાં કેવી રીતે હોઈ શકું? વિજયનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. અહી ઉલ્લેખનિય છે કે, વિજય દૃેવરકોંડાની ફિલ્મ લાઈગર ૨૫ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિજયની સામે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે લીડ રોલમાં છે. આ ફિલ્મના ટ્રેલર ઉપરાંત અત્યાર સુધીમાં અકડી-પકડી અને વાટ લગા દૃેંગેના જેવા બે ગીત રિલીઝ થઈ ચૂક્યા છે. આ સાથે જ આ ફિલ્મનું ત્રીજું ગીત હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિજય દૃેવેરાકોંડા ફાઇટરનો રોલ કરી રહૃાા છે અને આ સાથે જ તેનું બૉલીવુડ ડેબ્યુ પણ થવા જઇ રહૃાું છે. આ ફિલ્મમાં વિજય દૃેવેરાકોંડા અને અનન્યા પાંડે ઉપરાંત અભિનેત્રી સૌમ્યા કૃષ્ણન પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દૃી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં થિયેટરોમાં રિલીઝ થશે. સાથે જ માઈક ટાયસન આ ફિલ્મમાં કેમિયો કરવા જઈ રહૃાા છે. આજકાલ ફિલ્મની આખી ટીમ જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. વિજય અને અનન્યા પાંડેની આ ફિલ્મની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહૃાા છે.