સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવને ૧૦૮થી વધારે દિવ્ય શાસ્ત્રોનો ભવ્ય શ્રૃંગાર કરાયો

  • સતશાસ્ત્ર શણગારમાં ૧૮ પુરાણ, ૧૦૮ શાસ્ત્ર, ૪ વેદ, ૧૦ ઉપનિષદ એવમ્ આયુર્વેદશાસ્ત્ર વિગેરે હનુમાનજીદાદા ને ધરાવવામાં આવ્યા

 

જગવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી(ર્હ્વઅથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી આજે તારીખ-૨-૧-૨૦૨૧ને શનિવારના શુભ દિને સતશાસ્ત્ર શણગાર અંતર્ગત સવારે ૭ કલાકે હનુમાનજીદાદાની ભવ્ય આરતી પુજારીસ્વામી દ્રારા કરવામાં આવી હતી. સતશાસ્ત્ર શણગારમાં ૧૮ પુરાણ, ૧૦૮ શાસ્ત્ર, ૪ વેદ, ૧૦ ઉપનિષદ એવમ્ આયુર્વેદશાસ્ત્ર વિગેરે હનુમાનજીદાદા ને ધરાવવામાં આવ્યા હતા.

શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આપણા શાસ્ત્રહિન્દુસનાતન સંસ્કૃતિની આધારશિલા છે.હિન્દુવૈદિક શાસ્ત્ર જ આપણી જીવનશૈલી છે.અને આ જ શાસ્ત્રના આધારે આપણુ જીવન શાંતિમય એવમ્ સુખમય બની શકે છે.