સાવધાન : અમરેલીમાં કોરોનાની ખરાબ સ્થિતી આવી રહી છે : માસ્ક માટે પોલીસ દ્વારા ઝુંબેશ

  • કલેકટરશ્રી રાધીકા હોસ્પિટલ ફરી શરૂ કરાવે નહીતર દર્દીઓ માટે જગ્યા નહી રહે
  • શુક્રવારે 19 કેસ નોંધાયા : એક હોસ્પિટલ બંધ થઇ : સિવીલમાં બેડ ખાલી નથી : લોકો ધ્યાન નહી રાખે તો સ્થિતી ભયંકર થશે

અમરેલી,
અમરેલીમાં કોવિડ માટે હાલમાં ઓક્સિજનની પાઇપલાઇન સાથે એક માત્ર શાંતાબા ગજેરા હોસ્પિટલ કાર્યરત છે અને કોરોનાના કેસ વધવાની પુરી શક્યતા છે ત્યારે લોકો ધ્યાન નહી રાખે તો અત્યાર સુધી નથી થઇ તેવી ખરાબ સ્થિતી અમરેલી જિલ્લામાં થવાની પુરી શક્યતા છે શુક્રવારે જિલ્લામાં કોરોનાના 19 કેસ આવ્યા છે તેની સામે 12 દર્દીઓ સાજા થયા છે અને 111 દર્દીઓ સારવારમાં છે કોરોનાના કુલ કેસની સંખ્યા 2933 થઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે કોેવિડ માટેની એકસો કરતા વધારે ઓક્સિજન બેડ સાથે તૈયાર કરાયેલી રાધીકા હોસ્પિટલ ખાલી કરી નખાઇ છે ત્યારે કલેકટરશ્રી આ હોસ્પિટલને ફરી કોવિડ માટે રાખે તે જરૂરી છે કારણકે સિવીલમાં કોવિડ અને નીચેના ન્યુમોનીયા સહિતના વોર્ડ ભરચક થઇ ગયા છે ત્યાં કોઇ બેડ ખાલી નથી.બીજી તરફ કોવિડની સ્થિતીની ગંભીરતા પારખીને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ તંત્રને માસ્ક માટે કડક પગલા લેવા તાકિદ કરાઇ છે અને લોકોને પણ અનુરોધ કરાયો છે કે તે કોરોનાને વધતો અટકાવવા માટે માસ્ક પહેરે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરે જ્યાં સુધી વેક્સીન નથી આવી ત્યાં સુધી પોતાના પરિવારજનોની સલામતી માટે લોકો સામાજીક મેળાવડાઓ મુલત્વી રાખે.