સાવધાન : અમરેલી શહેરમાં કોરોનાનું ખતરનાક વર્ઝન હવે આવી રહયું છે

જો શહેરીજનો સાવધ નહી રહે તો પ્રસરી ગયેલું લોકલ ટ્રાન્સમિશન અમરેલીમાં હાહાકાર મચાવવાનું છે

અમરેલી, અત્યાર સુધી અમરેલી જિલ્લામાં સુરત, અમદાવાદ અને મુંબઇથી કોરોનાના દર્દીઓ આવતા હતા પણ હવે જિલ્લા મથક એવા અમરેલી શહેરમાં કોરોનાના લોકલ ટ્રાન્સમિશનનો પિરીયડ શરૂ થઇ ગયો છે માત્ર રવિ અને સોમવારે 8 કેસ અમરેલી પ્રોપરમાં આવ્યા છે આજે આ માત્ર ટ્રેલર જ છે પણ કોરોનાનું ખતરનાક સ્વરૂપ હવે સામે આવશે અને અમરેલી શહેરમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે કારણકે અમરેલીના ચિતલ રોડે જ્યોર્તીરાવ નગરમાં બે મોત, અવધ રેસીડેન્સીમાં એક મોત, ગજેરાપરામાં એક મોત મળી કુલ ચાર મૃત્યુ અમરેલી શહેરમાં થયા છે જિલ્લાના કુલ મૃત્યુ છ છે. શહેરમાં અત્યારે એવા લોકો બહાર ફરી રહયા છે કે જેમને કોરોનાનો ડર નથી અને કોરોના કરતા પણ વધારે ડર ભુખનો છે તેના માટે બહાર નીકળવુ અનિવાર્ય છે પણ તેની અસાવધાની તેમના ઘરના છાપરા જેવા વડીલો આધાર સ્તંભો છીનવી શકે છે આવા લોકો અમરેલીની બજારમાં બેધડક ફરે છે અને સાવધાની નથી રાખતા તેનું પરિણામ રવિ અને સોમવારે કોરોનાનો રિપોર્ટ આવતા જોવા મળ્યુ હતુ બે દિવસમાં શહેરમાં 8 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.જેમના માટે કામ જરૂરી છે તેવા લોકો શહેરમાં બહાર નીકળે ત્યારે પાછળ ઘરમાં રહેલા પોતાના માવતર અને બિમાર સ્વજનો તથા બાળકો અને સ્ત્રીઓને યાદ કરી શહેરમાં તકેદારીથી પોતાનું કામ પતાવી ઘરે આવી તકેદારી રાખે તો તેનો પરિવાર સલામત રહી શકશે.