સાવધાન : કોરોનામાં ફેફસા કાયમી ડેમેજ થઇ શકે છે

  • ચીનના વુહાનનો આઠ મહીનાનો રેકોર્ડ અને દેશમાંથી મળી રહેલા દર્દીઓના ફીડબેક ગંભીર
  • અમરેલીમાં શ્રી શરદ ધાનાણી ખુદ પુરાવો છે તેને હજુ પણ ફેફસામાં તકલીફ : બેદરકારી નહી રાખતા જો કોરોના થયો અને ફેફસા ડેમેજ થયા તો કાયમી સમસ્યા આવી શકે છે 

અમરેલી,
જયાથી કોરોનાની ઉત્પતિ થઇ છે તે ચીનના વુહાનનો આઠ મહીનાનો રેકોર્ડ અને દેશમાંથી મળી રહેલા દર્દીઓના ફીડબેક ગંભીર છે અને કોરોનામાં ફેફસાને કાયમી નુકસાન થઇ શકે છે તેવી ચોંકાવનારી ચિંતાજનક વિગતો સામે આવી રહી છે.
આનો અમરેલીના આગેવાન શ્રી શરદ ધાનાણી ખુદ પુરાવો છે તેને દોઢ મહીના પછી પણ હજુ પણ ફેફસામાં તકલીફ છે અને હમણા સુધી ઘેર પણ ઓકસીજનનો સહારો લેવો પડતો હતો અને તેમણે લોકોને કોરોનાની ઘાતકતા અનુભવીને લોકોને ચેતવ્યા પણ છે કે, બેદરકારી નહી રાખતા.
તેમની વાતને અનેક જગમ્યાએથી સમર્થન મળી રહયુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની સંખ્યાને લઈને એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં દિલ્હી સરકારે જાણકારી આપી હતી કે, રાજધાનીમાં કોરોના વાયરસને મ્હાત આપીને સાજા થયેલા લોકોને શ્વાસ લેવાની સમસ્યા સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓ નજરે પડી રહી છે.તેમના ઘેર ઓકસીજન અને ઓકસીમીટરનીે સગવડતા કરાઇ રહી છે.
કોરોનાની અસરમાંથી સંપુર્ણ મુકત થવામાં ત્રણ મહીના જેવો સમય લાગે છે તે તેની ગાઇડલાઇનમાં જણાવાયું છે પણ હકીકતમાં ત્રણ મહીના પહેલાના દર્દીઓના ફીડબેક મળી રહયા છે તે ગંભીર અને ચિંતાજનક છે કોરોના આવ્યો તો સાજા થઇજશુ તેવી ગણત્રી રાખનાર મોટી ભુલ કરશે કોરોનામાં સમયસર સારવાર લેનારને ફેફસા ડેમેજ નથી થતા પણ એક વખત ફેફસા સુધી સંક્રમણ પહોંચ્યું છે પરિણામ કાયમી ધોરણે ગંભીર આવી શકે છે.