સાવધાન : જિલ્લામાં કોરોનાના અનેક દર્દીઓ ઘુમી રહયા છે

અમરેલી,
ટીંબીના યુવાન તબીબને શંકા ગઇ અને તપાસ કરાવી તેથી ખબર પડી કે કોરોના પોઝિટિવ છે અને તેની આ સાવચેતીને કારણે વધારે લોકો સંક્રમીત થતા અટકયા છે પણ જિલ્લાના લોકોને સાવધાન રહેવું પડશે કારણ કે અમરેલી જિલ્લામાં કોરોનાના અનેક દર્દીઓ આપણી વચ્ચે ઘુમી રહયા છે પોતાને કોરોના વાયરસ લાગી ગયો છે અને ખબર ન હોય તેવા અનેક લોકો બોમ્બની જેમ ફરતા હશે તેનો દાખલો ટીંબીના તબીબ છે તેમની પાસે આવે કોઇ દર્દી પોઝિટિવ હોવાની શકયતા નકારાતી નથી ટીંબીના આ તબીબ સંક્રમીત કયાથી થયા તે સૌથી મોટો સવાલ છે અને તંત્ર પણ તે શોધવા કામે લાગી ગયું છે કારણ કે લોકલ સુત્રોના જણાવ્યા અનુસાર રોજીંદા પચાસેક જેટલા દર્દી ઓ અહી સારવાર માટે આવતા હોય છે આથી છેલ્લા એક સપ્તાહમાં અહી સારવાર લેનારા અને આ તબીબના નજીકના સંપર્ક માં આવનારા લોકોને શોધવા આરોગ્ય અને પોલીસ તંત્ર સખત જહેમત ઉઠાવી રહયું છે.