સાવરકુંડલાથી અમરેલી આવતા બાઇક ચાલકને ઓળીયા નજીક લકઝરી બસે હડફેટે લેતા મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામ નજીક કોઇ અજાણી લકઝરી બસના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી બસ ચલાવી સાવરકુંડલાથી અમરેલી બાઇક લઇને જતા ચંદ્રેશભાઇ મગનભાઇ વાઘેલાના બાઇક સાથે ભટકાવી પછાડી દઇ ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી ગયાની અલ્પેશભાઇ વાઘેલાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.