સાવરકુંડલાથી અમૄતવેલના માર્ગે સાત કિલોમીટર

  • ખેડૂતોની એક નવી મુશ્કેલી સામે આવી : છેલ્લા પાંચ વર્ષથી સમસ્યા
  • 80 ઉપરાંતનાં ખેડુતોની આ મુશ્કેલી પ્રત્યે તંત્રની પૂરેપૂરી બેદરકારી દેખાઈ આવે છે : ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા સિવાય બીજો કોઇ માર્ગ નથી

સાવરકુંડલા થી અમૃતવેલ જવાનો આ રસ્તો જે આપ જોઈ શકો છો તે ગટરના પાણીથી ભરેલો દેખાય છે સાવરકુંડલા શહેર નું ગટરનું પાણી છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તાઓ પર અવિરત વહી રહ્યું છે આ અમૃતવેલ જવાનો જે રોડ છે તે રસ્તા પર 5 થી 7 કિલોમીટરના વિસ્તારમાં 80 જેટલા ખેડૂતોના વાડી ખેતર આવેલા છે ખેડૂતોને પોતાની વાડીએ જવા માટે મોટરસાયકલ બળદગાડું કે ટ્રેક્ટર નો સહારો લેવો પડે છે કારણ કે પગે ચાલીને જવા માં પારાવાર મુશ્કેલી અનુભવાય છે તો ખરી જ પરંતુ ગટરના પાણી થી પગની અને શરીરને ચામડીના રોગો ઊભા થાય છે ખેડૂતોને વાડી ખેતરમાં કામ કરવા માટે ના દાંડિયા ઓપણ આ તમામ ખેડુતોના ખેતરે આવવાની મનાઈ કરે છે દરેક ખેડૂત પાસે દાડિયા મજૂરો ને લઇ જવા લાવવા માટેની વ્યવસ્થા હોતી નથી અને બળદ ગાડુ લઇને જતાં ખેડૂતોના બળદો આ ગટર વાળા પાણીમાં ચાલીને મોટી મુશ્કેલીઓ અનુભવે જ છે પરંતુ બળદ ના પગ પણ ગટરના પાણીમાં પલાળીને રોગિષ્ટ બની જાય છે. બળદગાડામાં અને ટ્રેક્ટર માં બેસીને આ ગટર વાળા પાણી ના રસ્તે પાંચ કિલોમીટરની મુસાફરી કરી અને ખેડૂતો સાથે ફરી વાતચીત તો ખેડૂતો પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ હતું.
જગતનો તાત મુશ્કેલીમાં અને ક્યાંક ને ક્યાંક પીડા અનુભવતા ખેડૂતોના આપણે જોયા છે અને સાંભળ્યા છે પરંતુ સાવરકુંડલાના આ ખેડૂતોની મુશ્કેલી કંઈક અનોખા પ્રકારની જોવા મળે ત્યારે પાંચ વર્ષથી આ ગંદા પાણીમાં ચાલવા ની પીડા ભોગવતા ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે હલ થાય તેઓ ખેડૂતો ઇચ્છી રહ્યા છે હવે જોવાનું એ રહે છે ખેડૂતોના આ પ્રશ્ન ઉકેલવામાં કેટલો સમય લાગશે .