સાવરકુંડલાથી ચરખડીયા નદીના પટમા લઈ જઈને પ્રોૈઢને લુંટી લીધા

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે રહેતા મુળ રાજસ્થાનના મદનસિંગ ગણપતસિંગ રાજપુત ઉ.વ. 38 ધજડીથી પોતાના વતન રાજસ્થાન જવા નીકળેલ હતા. તા.21/12 ના સવારે 10:00 કલાકે સાવરકુંડલા પીકઅપ બસસ્ટેશન પાસે ઉભેલ તે દરમ્યાન એક રીક્ષામા બેસીને અમરેલી તરફ જતા હતા.ત્યારે રીક્ષાના ચાલક સહિત બે શખ્સોએ રીક્ષા ઉભી રાખી ચરખડીયા આગળ નદીમાં લઘુશંકાએ જવાનું બહાનું કરી મદનસિંગને લઈ જઈ ઝપાઝપી કરી ખીસ્સામાં રાખેલ મોબાઈલ રૂ/-3000,તેમજ રોકડ રૂ/-15,000 ની લુંટ ચલાવી લાકડી વડે મારમારી ઈજા કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.