સાવરકુંડલાનાં અપહરણ અને પોક્સોના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • ભોગબનનાર સાથે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીએ ઝડપી લધો

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રીઆર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવરના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા લક્ષ્મણભાઇ ઉર્ફે લખો રવજીભાઇ જાડેજા રહે.હાથસણી રોડ, રાધે શ્યામ રોડ, ડોળી તળાવ, સાવરકુંડલા જી.અમરેલી મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ છે. ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય જે ભોગબનનાર સાથે આરોપી લક્ષ્મણભાઇ ઉર્ફે લખો રવજીભાઇ જાડેજા રહે.હાથસણી રોડ, રાધે શ્યામ રોડ, ડોળી તળાવ, સાવરકુંડલા જી.અમરેલી વાળાને ભોગબનનાર પાયલબેન ડો/ઓ જયંતીભાઇ બાબુભાઇ વણોદીયા રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્પીટલની પાછળ જી.અમરેલી વાળી સાથે તા.26/08/2020 ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.