સાવરકુંડલાનાં આંબરડીમાં સાંબેલાધારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ

&અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં આજે પણ સતત ધ્ાુપછાવ ભર્યા વાતવરણ વચ્ચે બપોર બાદ આકાશમાં વાદળાઓ છવાતા હળાવા ભારે વરસાદ શરૂ રહ્યો હતો.સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે છેલ્લા સાત દિવસથી પડી રહેલા વરસાદે આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધ્ાુ હતું અને સીઝનનો સૌથી વધ્ાુ વરસાદ પડ્યો હતો. આજ બપોરે 3 કલાકે સાંબેલાધારે ધોધમાર વરસાદ શરૂ થતા જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. સતત અઢી કલાક સુધી પડેલા ભારે વરસાદથી ગામ વચ્ચે પસાર થતી નેવડીમાં છાતી સમા પાણી વહેતા થતા દુકાનોમાં પાણી ઘુસી ગયાં હતાં. આંબરડી ગામ સહિત મિતિયાળા, અભરામપરા, કૃષ્ણગઢ, બાગોયા, ખોડીયાણા, નવી આબરડી, દોલતી, દેતડ અને જાબાળ જેવા આસપાસનાં ગામોમાં પણ વરસાદપડ્યો હતો. આંબરડી ગામમા અને સીમમાં અઢી કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ધાતરવડી તેમજ ફુલજર નદીમાં પુર આવતા લોકો જોવા ઉમટી પડ્યાં હતાં. ભારે વરસાદનાં કારણે ખેડુતોને ખેતીપાકને લઇને ચિંતા સતાવી રહ્યાંનું સુભાષ સોલંકની યાદીમાં જણાવાયું છે.અમરેલી નજીકનાં મતિરાળામાં દોઢ કલાકમાં સુપડાધારે ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પડતા ખેતીપાકોને નુક્શાન જવાની દહેશત છે. ભારે વરસાદનાં કારણે નદી નાળાઓ છલકાયાનું સંજયભાઇ અમરેલીયાની યાદીમાં જણાવાયું છે્. ખાંભા શહેરમાં ધોધમાર અઢી ઇંચ જેવો વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા અને લોકોએ બફારામાંથી રાહત અનુભવ્યાનું રૂચિત મહેતાની યાદીમાં જણાવાયું છે. લીલીયા તાલુકાનાં હાથીગઢમાં એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યાનું શ્રીકાંતદાદાની યાદીમાં જણાવાયું છે. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 3 મીમી, ખાંભા 62 મીમી, જાફરાબાદ 19 મીમી, બગસરા 2 મીમી, બાબરા 6 મીમી, લાઠી 16 મીમી, સાવરકુંડલા 19 મીમી વરસાદ નોંધાયો હતો.અમરેલી સિંચાઇ વર્તુળનાં જણાવ્યા અનુસાર ડે્મોની અમરેલી સિંચાઇ વર્તુળનાં જણાવ્યા અનુસાર ધાતરવડી-1માં 0.20 ઓવરફ્લો, ધાતરવડી-2માં બે દરવાજા 0.30 મીટર ખુલ્લા, સુરજવડીમાં 0.450 મીટર ઓવરફ્લોમાં વધારો, શેલ દેદુમલ ડેમમાં 1 દરવાજો 0.30 મીટર ખુલ્લો, રાયડી ડેમમાં ઇનફ્લો ચાલુ હોય તમામ જળાશયોની હેઠવાસમાં રેડીયો મેસેજ દ્વારા લોકોને અવર જવર ન કરવા માટે અને સાવચેત રહેવા માટે જાણ કરવામાં આવી .