આંબરડી,
આંબરડી ગામમાં ઘુસી ગ્રામ પંચાયત સામે જ સિંહણે બે બચ્ચાંઓ સાથે એક વાછરડાનો શિકાર કર્યો હતો.બે બચ્ચાં સાથે સિંહણ નો લાંબા સમયથી આંબરડી ના રેવન્યુ વિસ્તારમાં વસવાટ છે.વાડીએથી કાર લઈ ઘરે આવી રહેલ ખેડૂતનો સિંહોએ રસ્તો આંતર્યો હતો.વરસાદના કારણે કાર લઈ ખેતરે જતા ખેડૂતને રસ્તામાં સિંહો નો ભેટો થઈ ગયો હતો.જોકે સિંહને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સિંહ પ્રેમી ખેડૂતે કાર રોકી દઈ સિંહો ને રસ્તો આપ્યો હતો અને ગામના પાદરમાં જ સિંહણે બચ્ચાઓની ભુખ સંતોષવા શિકાર કર્યો હતો.બસ સ્ટેન્ડ માં આરામ ફરમાવતી રેઢિયાળ ગાયોના ટોળા માં ભાગમ ભાગ મચી ગઈ હતી. આ અગાઉ પણ અનેકવાર આંબરડી ગામમાં અને આસપાસની સીમ વિસ્તારમાં સિંહો દ્વારા આંટાફેરા કે શિકાર કર્યા ની ઘટના બનતી રહે છે.