સાવરકુંડલાનાં ઇતિહાસમાં પહેલી વખત મુસ્લિમ વિસ્તારમાં ભાજપનો ભગવો

  • સાવરકુંડલામાં ડો. ભરતભાઇ કાનાબારે ઇતિહાસ સર્જયો
  • ભાજપના ઉમેદવાર આસીફભાઇ કુરેશી અને ફરીદાબેન ચુંટાતા ડીજેના તાલે ગરબાની રમઝટ બોલી : કોંગ્રેસમાં સ્થાનિક સંગઠન ઉદાસીન રહયું

સાવરકુંડલા,
સાવરકુંડલામાં પહેલી જ વખત ભાજપની 31 સીટ લાવી ચુંટણી ઇન્ચાર્જ ડો. ભરતભાઇ કાનાબારે ઇતિહાસ સર્જી દીધો છે અને સાવરકુંડલાના ઇતિહાસમાં બીજી નોંધપાત્ર બાબત એ પણ બની છે કે સાવરકુંડલાના મુસ્લિમ વિસ્તાર મણીનગરમાં ભાજપના ઉમેદવાર ફરીદાબેન શેખ અને આસીફ કુરેશી વિજેતા થતા મણીનગર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ડીજેના તાલે લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
સાવરકુંડલા નગરપાલિકા મા ગત 5 વર્ષ કોંગ્રેસના શાસન થી કંટાળી ને આ વર્ષે 36 માંથી 31 સીટ ઉપર ભાજપ ના ઉમેદવારો જીતેલ છે સ્વ વિકાસથી રચ્યા પચ્યા કોંગ્રેસ ના લોકોને જાકારો આપેલ છે. સાવરકુંડલા કોંગ્રેસ ના પ્રમુખ કિરીટ દવે કોઈપણ જાતનું મેનેજમેન્ટ દેખાતું ન હતું તે વોર્ડ નં. 9 માંથી પોતે પણ હારિ જવા પામેલ ગત અઢી વર્ષ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે કુંદનબેન આ વર્ષે હારી ગયેલ કોંગ્રેસ નો ઓછો પ્રચાર અને ઘમંડ હાર તરફ લઈ ગયેલ લોકો એ આપેલ મત નો દૂર ઉપયોગ કોંગ્રેસ ના નેતાઓ એ કરતા આ વખતે પબ્લિકે જાકારો આપેલ છે.
કોંગ્રેસ ના કાઉન્સિલરો એ સેવાભાવિ સંસ્થા જનકલ્યાણ યજ્ઞ ટ્રસ્ટ પાસેથી મુક્તિધામ નો (સ્મશાન) વહિવટ લઇ લેતા દરેક જ્ઞાતિજનો એ કોંગ્રેસ ને જાકારો આપેલ છે.
સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટ દવે એ પોતાના ઘમંડ થી પોતે હાર્યા અને આખી કોંગ્રેસ ના શાસન ને હલબલાવી નાખેલ 36 સીટ માં ફક્ત 5 સીટ ઉપર કોંગ્રેસ નો વિજય થયેલ લોકોએ ભાજપ ઉપર પૂરો ભરોસો મૂકી 31 સીટ ઉપર ભગવો લહેરાવેલ.