સાવરકુંડલાનાં કોળીવાડમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાઇ ગયો

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાખોખે દારુની બદી સદંતર દુર કરવા તેમજ નાતાલ તેમજ ખ્રિસ્તી નવા વર્ષ તહેવાર સબબ જીલ્લામા સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઇવનુ આયોજન કરેવ હોય તેમજ પ્રોહીબિશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તે મુજબ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોનીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા ભુવારોડ મોટા કોળીવાડમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીના ઘર પાસેના ખંડેર મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-84 કિ.રૂ.31,500/- નો પ્રોહિ મુદામાલ સાથે આરોપી વિશાલ ઉર્કે બાંગો ભરતભાઇ ઉનાવા ઉ.વ.રર યંષો.મજુરી રહે. સાવરકુંડલા, ભુવારોડ, મોટા કોળીવાડ જી.અમરેલીને પકડી પાડી આરોપી વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી ક્વોલીટી કેસ કરવામાં આવેલ છે.