સાવરકુંડલાનાં ગાધકડામાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયું

  • ધો.12માં નાપાસ થતા ટેન્શનમાં આવી ગયેલા યુવાને પગલુ ભર્યુ

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતા રાજુભાઇ બાવચંદભાઇ કલાણીયા ઉ.વ. 24 ગત વર્ષે ધો – 12 ની પરીક્ષા આપેલ હતી. જેમાં નાપાસ થતા ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હોય જેથી પોતાને લાગી આવતા પોતાની મેળે ઘરે દોરડા વડે ગળા ફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું મગનભાઇ કલાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.