સાવરકુંડલાનાં ગોરડકા નજીક બસ પલ્ટી જતા બે મોત : 4 ગંભીર

  • અકસ્માતમાં ઘાયલ થયેલા 13 ઇજાગ્રસ્તોને તત્કાલ અમરેલી સારવારમાં ખસેડવામાં આવ્યાં

અમરેલી,સાવરકુંડલા – મહુવા હાઈવે રોડ પર ગોરડકા ગામ ખાતે સીટી બસ પલ્ટી મારી જતા ” એક મહિલા અને એક પુરૂષ નું ઘટના સ્થળ પર મોત તથા કુલ 13 લોકો ઈજાગ્રસ્ત 4 ગંભીર ને અમરેલી ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જેમાં મહેશભાઈ રવજીભાઈ વાળા ઉ.વ.- 42 રહે.- આસોપાલવ સોસાયટી હાથસણી રોડ સાવરકુંડલા. ગૌરીબેન લીંબાભાઈ ચૌહામ ઉ.વ.- 55 રહે.- મણિનગર પાછળ મહુવા રોડ સાવરકુંડલાના મોત થયા હતા.જયારે અકસ્માત ગંભીર ઘાયલ થયેલ 4 ને અમરેલી ખાતે રીફર કરવામાં આવ્યા હતા જેમાં સોહિલભાઈ કાદરભાઈ બેલીમ ઉ.વ.-25 રહે.- સાવરકુંડલા, મનસુખભાઈ મુળજીભાઈ વાળા ઉ.વ.-35 રહે.- સાવરકુંડલા, ફૂલદીપભાઈ જીવાભાઈ ભુવા ઉ.વ.-10 રહે.- ચકરાવા, જીવાભાઈ દાદુભાઈ વાળા ઉ.વ.- 45 રહે.- ચકરાવા,અકસ્માત માં ઘાયલ થયેલા જયાબેન ધનજીભાઈ ડોળસીયા ઉ.વ.-50 રહે.- મહુવા, પૂજાબેન પ્રેમજીભાઈ બારૈયા ઉ.વ.- 28 રહે.- રાજકોટ, જમનાબેન પ્રેમજીભાઈ બારૈયા ઉ.વ.- 50 રહે.- રાજકોટ, સોજાબેન છગનભાઈ બાંભણીયા ઉ.વ.-50 રહે.-મહુવા, ગૌરીબેન શામજીભાઈ ખુમાણ ઉ.વ.-30 રહે.- કેરાળા તાલુકો.- લાઠી, દેવાયતભાઈ ગીગાભાઈ સૈયડા ઉ.વ.- 35 રહે.- ચકરાવા, નાજાભાઈ અમરૂંભાઈ ભુવા ઉ.વ.-50 રહે.- ચકરાવા,ગવુબેન જીતેનભાઈ ચૌહાણ ઉ.વ.-30 રહે.- નવાબંદર, લાભુબેન મંગાભાઈ બાભણીયા ઉ.વ.- 45 રહે.- નવાબંદરલોકો ને સાવરકુંડલા સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.