સાવરકુંડલાનાં ઘનશ્યામનગરની સીમમાં સિંહણે સાત વર્ષનાં બાળકને ફાડી ખાધો

અમરેલી,
અમરેલી જિલ્લામા સિંહોની સંખ્યા સતત વધી રહી છે અને માનવ મૃત્યુની સંખ્યા પણ હવે વધી રહી છે સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામમાં બીજી ઘટના સામે આવી છે અહીં રફીક શંકરભાઈ 7 વર્ષ બાળક ઉપર સિંહણએ હુમલો કરતા રાડા રાડ બોલી તેમનો પરિવાર અહીં ખેત મજૂરી કરી રહ્યો છે પરંતુ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં બાળક નુ મોત થયુ છે આ ઘટના બાદ ગ્રામજનોમા ભયનું વાતાવરણ ઉભું થયું છે ધારી ગીર વનવિભાગના ઘભખ રાજદીપ સિંહ ઝાલા દ્વારા વનવિભાગ સાવરકુંડલા રેન્જને કડક સૂચના આપતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને પાંજરા ગોઠવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અહીં 15 દિવસ પહેલા 3 વર્ષના બાળક ઉપર સિંહણ દ્વારા હુમલો કર્યો હતો અને મોત થયું હતું ત્યારે આજે બીજી ઘટનામા બાળક નું મોત થયું છે જેના કારણે વધુ ભયનું વાતાવરણ ઉભું થયું છે.