સાવરકુંડલાનાં જૈન દોશી પરિવારે માનવ-સેવાનો સંદેશો ગુંજતો કર્યો

  • માતુશ્રી વિમળાબેન હિંમતલાલ દોશીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે વિમલ યાત્રા પરિવારનું આયોજન 

સાવરકુંડલા,

માતુશ્રી વિમળાબેન હિંમતલાલ દોશીની 21 મી પૂણ્યસ્મૃતિ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં વિમલ યાત્રા પરિવાર દ્વારા ખરેખર ખૂબ જ પ્રશંસનીય સેવા કાર્યો થયાં આ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓમાં વિવિધ પ્રકારની સેવા જેવી કે માનવ મંદિર તેમજ રામ-રોટી અન્ન ક્ષેત્રે જૈન મિસ્ટાન ભોજન ખૂબ જ આદર અને પ્રેમ પૂર્વક પીરસવામાં આવેલ આ ઉપરાંત કબીર ટેકરી આશ્રમ દ્વારા સંચાલિત ટીફીન સેવામાં પણ જૈન મિષ્ટ ભોજનની રસોઈ પીરસવામાં આવેલ આમ 350થી વધારે વ્યક્તિઓને જૈન મિસ્ટાન ભોજન માતુશ્રી વિમળાબેન હિંમતલાલ દોશીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે આ ભોજન સેવા કરી દોશી પરિવારે ખરેખર માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો સમાજમાં ગુંજતો કર્યો.
આ ઉપરાંત પણ ગૌસેવાના ભાગ રૂપે ગાયોને નીરણ તથા શ્ર્વાનોને ગુંદી નું જમણ પણ પીરસવામાં આવેલ. આ નિમિત્તે સાધર્મિક ભાઈઓને કીટનું વિતરણ તથા વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ તથા સ્થાનકવાસી જૈન જ્ઞાતિમાં બાલમંદિર થી કોલેજ સુધીનાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ આ નિમિત્તે કરવામાં આવેલ.આ ઉપરાંત સમગ્ર સાવરકુંડલા શહેર અને તાલુકામાં ધોરણ 1 થી 5 ધોરણ પાસ કરેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક 1008 ઉપરાંત કીટ નું વિતરણ કરવામાં આવેલ .આમ સ્મૃતિઓનું સંવર્ધન પણ ખૂબ હેત શ્રધ્ધા અને ભાવથી જતન કરીને આ પવિત્ર દિવસે માનવ સેવાનાં ઉત્કૃષ્ટ કાર્યો કરવાની એક અનોખી પહેલ સમાજમાં પણ પ્રેરણાજનક સંદેશો આપતી જોવા મળે છે.
સમાજમાં પણ વિમલ યાત્રા પરિવારની આવી માનવ ઉપયોગી સેવાની નોંધનીય કામગીરીની ભારોભાર પ્રશંસા થતી જોવા મળે છે.