સાવરકુંડલાનાં ઠવી નજીક સ્કુલ બસ પલ્ટી મારી ગઇ : વિદ્યાર્થીઓનો બચાવ

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે આવેલ મંગલમ સ્કૂલ ની બસ વિદ્યાર્થીઓને મૂકવા જઇ રહી હતી ત્યારે એના ગામે આવેલ વિરાણીયા ઢાળ પાસે અચાનક જ કાબુ ગુમાવીને પલટી મારી ગઇ હતી. જોકે આ બસની અંદર 30 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા પરંતુ બસ પલટી જતા જ સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ ને સલામત રીતે બહાર કાઢ્યા હતા એક પણ વિદ્યાર્થીને ઇજા થઇ નથી