સાવરકુંડલાનાં થોરડીમાં મકાનમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી,

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે તા. 10-3 થી તા. 7-4 દરમ્યાન કોઈપણ સમયે મનુભાઈ દેવાભાઈ બાબરીયા ઉ.વ. 50 ના રહેણાંક મકાનમા કોઈ તસ્કરોએ દરવાજાના તાળા તોડી ઘરમા પ્રવેશી તીજોરીમા રાખેલ સોનાની સાદી કડી રૂ/-1200 , સોનાનું એરીંગ રૂ/-20,000 , ચાંદીની માળારૂ/-1000 , પીતળની હેલ રૂ/-7000 , બે ટોપ રૂ/- 1000 , કાસાની થાળી રૂ/-2000, કાસાની તાસળી રૂ/-600 ,ત્રાબાંની ગોળી રૂ/-500 , રોકડ રૂપિયા 8000 મળી કુલ રૂ/-41,300 ની માલમતા ચોરી ગયાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી