સાવરકુંડલાનાં બળાત્કાર કેસમાં હવસખોરને 10 વર્ષની કેદ

અમરેલી,

સાવર કુંડલામાં 35 વર્ષની માનસિક અસ્વસ્થ મહિલાની અવસ્થાનો લાભ લઇ તેની ઉપર બળાત્કાર ગુજારનાર સાવરકુંડલા ના શખ્સને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.25 હજારનો દંડ ફટકાર્યો હતો.
આ બનાવ વિગત એવા પ્રકારની છે કે ગત તા.22-4-2021 ના રોજ સાવરકુંડલામાં એક મનો દિવ્યાંગ મહિલા પોતાના ઘેર એકલી હતી ત્યારે સાવરકુંડલાના મણીનગરમાં હાથીસાબાપુ પીરની ઓરડી પાસે રહેતો અસરફશા મહમદશા શેખએ આ મહિલાની એકલતા અને તેની માનસિક હાલતમાં લાભ લઇ તેણી ઉપર બળાત્કાર કરેલ આ સમયે આ મહિલાનો ભાઇ ત્યાં આવી જતા અસરફે તેને જાનથી મારી નાખવાની અને છરી મારવાની ધમકી આપી હતીઆ બનાવ અંગે આઇપીસી 376(2)(એલ) તથા આઇપીસી 450 હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ કેસ સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજશ્રી ભુમિકાબેન ચંદારાણા સમક્ષ ચાલ્યો હતો અને ફરિયાદ પક્ષ વતી સાવરકુંડલામાં સુધીરભાઇ એચ. રાજકોટીયાએ અજયભાઇ નરશીભાઇ સોલંકીએ આપેલ રકમનો ચેક પરત થતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં સિવીલ જજ અને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને વળતરપેટે ફરિયાદીને 3 લાખ 10 હજાર ચુકવી આપવા હુકમ કરેલ ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી શ્રી મુકેશભાઇ જે. પરમાર રોકાયા હતા.