સાવરકુંડલાનાં બાઢડામાં વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું

અમરેલી,રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોનાં ઔદ્યોગિક વપરાશ પર અંકુશ તથા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે અને ખાતર વિક્રેતા પાસે ખાતરના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી મળી રહે અને ખેડુતોને સમયસર રાસાયણિક ખાતર ઉપલબ્ધ થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડાઈઝ રાસાયણિક ખાતરોનું વેંચાણ પી.ઓ.એસ. મશીનથી કરવા જણાવ્યુ હતુ, તે મુજબ ખેતી અધિકારી, સાવરકુંડલાએ, સાવરકુંડલા તાલુકાના બાઢડાના શિવાય એગ્રો નામની ખાતરની પેઢીની મુલાકાત લીધી હતી. તે વિક્રેતા દ્વારા પી. ઓ. એસ. મશીન વગર રાસાયણિક ખાતરનું વેચાણ કર્યાનું માલૂમ પડતાં તેમને કારણદર્શક નોટીસ બજાવી અને તેમના રાસાયણિક ખાતરના પરવાનાને તાત્કાલિક અસરથી 30 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન કોઈપણ રાસાયણિક ખાતર વિક્રેતા કંપની કે જથ્થાબંધ વિક્રેતાએ શિવાય એગ્રો, મુ. બાઢડા ને કોઈપણ પ્રકારનું રાસાયણિક સેંન્દ્રીય કે જૈવીક ખાતર સપ્લાય ન કરવા જણાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના તમામ રાસાયણિક ખાતર વિક્રેતાને તાકીદ કરવામાં આવે છે કે, પી.ઓ.એસ. મશીન વગર અને રાજ્ય બહારની કોઈપણ વ્યક્તિ તથા ખેડૂત ખાતેદાર ન હોય તેવા કોઈપણ ઇસમોને રાસાયણિક ખાતરનું વેચાણ કરવું નહીં