સાવરકુંડલાનાં સાકરપરામાં ભુકંપ આવતા શાળાના બાળકોને રૂમની બહાર કાઢી સલામત જગ્યાએ ખસેડયા

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ વધ્યો ગઈકાલે સવારે 9:00 કલાકે અને રાત્રે બે વખત ભૂકંપ આવ્યો હતો ત્યારે આજે સવારે 11:50 મિનિટે 3.1 નો ભૂકંપ આવતાતમામ વિદ્યાર્થીઓને રૂમની બહાર કાઢી સલામત જગ્યાએ ખસેડ્યા હતા ત્યારે આ વિસ્તારના પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષકોને વિદ્યાર્થીઓની તાલુકાના મીતીયાળા સાકરપરા અને ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ભૂકંપના આચકા આવવાથી ડરનો માહોલ છે જ પરંતુ સાવરકુંડલા તાલુકાના સાકરપરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય શરૂ હતું અને ભૂકંપનો આંચકો આવતા શાળાના શિક્ષકોએ સલામતી રાખવા ની ફરિયાદો કરી રહ્યા છે અને શિક્ષકો પણ દ્વિઘાત અનુભવે છે કે વિદ્યાર્થીઓને મેદાનમાં અભ્યાસ કરાવો કે રૂમમાં આ એક સવાલ ઉદભવી રહ્યો છે હાલ તો શિક્ષકો વિદ્યાર્થીઓને હિંમત આપી રહ્યા છે અને ભૂકંપથી કેમ બચવું તે બાબતની સમજણ આપી