સાવરકુંડલાનાં સુકનેરા ડેમને ઉંડો ઉતારવા ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત

xસાવરકુંડલા, ખાતમૂહર્ત કરતા ધરાસભ્યશ્રી પ્રતાપ દુધાતઆજ રોજ પરમ પૂજ્ય શ્રી ઉષમૈયા,પરમ પૂજ્ય શ્રી ભક્તિરામબાપુ, પરમ પૂજ્ય રમુદાદા નાં આશીર્વચન થી શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા હસ્તક નાં સાવરકુંડલા ના સુક્નેરા ડેમ ને ઉંડા ઉતારવાનું ખાતમૂહર્ત ધરાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવેલ હતું જેમાં, પ્રદેશ અગ્રણી શ્રી ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સૂચક, મહેશભાઈ જ્યાંણી, હિતેશભાઈ સરૈયા, કિરીટભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉનાવા, હસુભાઈ બગડા, રમેશભાઈ જયાણી, અશ્ર્વીનભાઇ ઉપાધ્યાય, નાસીરભાઇ ચૌહાણ હાજર રહેલ હતા. આ સાવરકુંડલા ના સુક્નેરા ડેમ ને ઉંડા ઉતારવાથી આજુબાજુના વિસ્તારમાં પાણીના સ્ત્રોત વધશે, અને પાણીના તળ ઉચા આવવાથી લોકોને પાણીના પ્રશ્ન ની સમસ્યા નો હલ થશે. અગામી ચોમાસા ની સીઝન ને ધ્યાને લઈને આગોતરા આયોજન ના ભાગરૂપે આ સુક્નેરા ડેમને ઉંડા ઉતારવાથી આ ડેમ માં પાણીના જથ્થાનો ભરવો થશે, અને લોકોને ઉપયોગી થાય તેવા ઉદેશ ને ધ્યાને લઈને સત્વરે આ ડેમ ને ઉડા ઉતરવાની પ્રકિયા હાથ ધરવામાં આવેલ છે, આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સંતોના આશીર્વચન લઈ તમામ આગેવાનો અને કાર્યકરતાને સાથે રાખીને ખાત મૂહર્ત કરવામાં આવેલ