સાવરકુંડલાનાં સ્વ. ડો. જયંતિભાઈ તેરૈયાનાં નિધનથી ઘેરો શોક

  • તેમની અણધારી વિદાયથી સાવરકુંડલા પંથકનાં લોકો આઘાતની લાગણીમાં ગરકાવ

સાવરકુંડલા,આમ તો સાવરકુંડલા શહેરનાં ભામાશા સમા સ્વ. ડો. જયંતિભાઈ તેરૈયાની અણધારી વિદાયથી સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે.એમનું એ વ્યક્તિત્વ લોકોનાં દિલોદિમાગમાં હમેશાં અંકિત રહેશે.એમની જીવનઝરમરનાં કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે. જે તેના સત્કાર્યોની હમેશાં સાક્ષી પૂરતાં રહેશે. આમ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ, પોતાના વિદ્યાર્થી કાળમાં અખબાર નું વિતરણ કરનાર એક વિદ્વાન અને સામાજિક ચેતનાનું એક અદ્ભૂત અને અલભ્ય રસાયણ બની વિદ્યા જગતમાં એક અનુંઠુ ઉદારણ બની શકે.હા, જહાં રાહ હૈ વહાં ચાહ હૈં !! આ પંક્તિને શબ્દશ: સાર્થક કરતું જો કોઈ નામ હોય તો નિર્વિવાદ રીતે શ્રી કાણકિયા કોલેજ સાવરકુંડલા નાં ભૂતપૂર્વ પ્રાધ્યાપક “સ્વ.ડો.જયંતિભાઈ તેરૈયા”શરૂઆતમાં ઈન્ડિયન રેલ્વે વિભાગમાં ટી. ટી. તરીકે 1960 થી પોતાની કારકિર્દી શરૂ કરતાં શ્રી જયંતિભાઈ તેરૈયા નું નામ એક માનવીય સદગુણોની ટંકશાળ તરીકે લઇએ તો અતિશયોક્તિ નહીં ગણાય.હા,ભારતીય રેલવે એટલે વૈવિધ્યનો ભંડાર જાતભાતનાં મુસાફરો સાથે લગભગ દસેક વર્ષ સુધી ટી. ટી. તરીકે કાર્ય કરતાં એક દિવસ સાવરકુંડલા કાણકિયા કોલેજનાં ખાતમુહૂર્ત માટે છેક મુંબઈથી દાતાશ્રીઓથી ભરેલી એક ટ્રેન જ્યારે સાવરકુંડલા નાં રેલ્વે સ્ટેશન પર પહોંચે છે. અને આ સમગ્ર ટ્રેન મુંબઈનાં પ્રતિષ્ઠિત વેપારી ઉદ્યોગપતિ અને સમાજનાં શ્રેષ્ઠીઓથી ખીચોખીચ હતી. આ જ ટ્રેનમાં શ્રી જયંતિભાઈ ટી.ટી.તરીકે ફરજ બજાવતા હતાં. એમનાં ઉપરી અધિકારીને ખૂબ જ નમ્ર ભાવે તેમણે કહેલું “સાહેબ આ સમાજ શ્રેષ્ઠીઓ દાન દેવા નિકળ્યા છે. આની ટિકિટ તપાસવાંનો સંશય કરીએ તો પણ વધારે પડતું ગણાશે અને આ રીતે તેઓશ્રી ગાંધી મૂલ્યો નું સંવર્ધન કરતાં શ્રી લલ્લુભાઈ શેઠ નાં સંપર્કમાં આવ્યાં અને આ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવવાની તક મળી.આમ તેઓશ્રી એ 1971 ની સાલ થી અત્રે નૂતન કેળવણી મંડળ સંચાલિત વી. ડી. કાણકિયા કોલેજમાં મનોવિજ્ઞાનનાં પ્રાધ્યાપક તરીકે સેવા આપવાની શરૂઆત કરી.આમ સાવરકુંડલાની આ કોલેજને પોતની ઘર તુલ્ય સમજતાં આ પ્રાધ્યાપકશ્રી ગરીબ વિદ્યાર્થીઓને પણ સમયોચિત આર્થિક યદદ માટે અહર્નિશ તૈયાર રહેતાં આ કોલેજમાં પણ પ્રવેશદ્વાર, કોલેજમાં લોખંડની ગ્રીલ પ્રાર્થના ખંડ માં મા સરસ્વતીની મૂર્તિનું અનુદાન, વિદ્યાર્થીઓને એન. એસ. એસ. કાર્યક્રમમાં સમગ્ર વિદ્યાર્થીઓને ભોજન પ્રબંધ પોતાના ખર્ચે કરાવતાં આ ઉપરાંત આ કોલેજમાં પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવા એક બોરવેલ બનાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન પણ આપેલ આ ઉપરાંત શહેરની મોટાભાગની સામાજિક સંસ્થાઓને સમયોચિત આર્થિક અનુદાન આપવા માટે સદા તૈયાર. શહેરની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં મા સરસ્વતીની મૂર્તિનું અનુદાન આ ઉપરાંત ગરીબ દર્દીઓને સારવાર અર્થે આર્થિક ગુપ્ત દાન પણ અવારનવાર કરવાની ખેવના રાખતાં હા, તેઓશ્રીએ લંડન, જર્મની, સ્વીડન, અમેરિકા, નોર્વે સમેત ઉત્તર ધ્રુવનાં દેશોમાં આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય તરીકે ભારતનાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિદ્વારમાં લગભગ 500 જેટલી ભાગવત કથાઓનું રસપાન કરાવેલ છે.વ્યાસપીઠ દ્વારા વિદેશોમાં તો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ખૂબ જ રસરંજક રીતે વિદેશીઓને પણ આપણી સંસ્કૃતિ અને અર્વાચીન પરંપરાઓથી પણ માહિતગાર કર્યા છે. તેઓશ્રી આ ભાગવત સપ્તાહ દરમિયાન આવેલી તમામ રકમ માત્ર લોકસેવાર્થે જ વાપરી છે. આમ લોકસેવા એજ પ્રભુ સેવા ને જીવનમંત્ર બનાવી નિષ્કામ યોગના સાધક તરીકે સંયમપૂર્ણ જીવવાની અનોખો રાહ પણ લોકોને ચીંધી અને “પ્રાર્થનાના બે હાથ કરતાં માનવસેવા નો એક હાથ વધારે પ્રભાવી રહે છે તે સિધ્ધ કરી બતાવ્યું હતું. અને વિદેશમાં સ્વીડનની સ્ટોકહોમ સાવરકુંડલા શહેરને આ વણપૂરાયેલી ખોટ ખૂબ જ સાલશે.