સાવરકુંડલા
,સાવરકુંડલા તાલુકા માં અવિરત મેઘ મહેરથી કાચા મકાનો ધરાશાહી થવાની ઘટના સાવરકુંડલાના આંબરડી ગામે ઘટી હતી અવિરત વરસાદથી એક રહેણાંકી મકાન થયું ધરાશાહી થયું હતું આંબરડી ગામે રહેતા મસ્જિદભાઈ અબ્દુલભાઈ શેખડાનું મકાન ઢળતી સંઘ્યાએ ધરાશાહી થતા ઘરવખરી દબાઇ હતી ને ઘરનો પટારો અને માલ સામાન દબાઇ જતા ગરીબ પરિવારને નુકશાની થયેલ હતી સદનસીબે મકાનમાં કોઈ ના હોવાથી જાનહાનિ ટળી હતી પણ કાચું નળિયા વાળું મકાન ધરાશાહી થતા ગરીબ ઘર વિહોણા થયાનો વસવસો જોવા મળી રહ્યો હતો જ્યારે કાચું મકાન પડી ભાંગતા આસપાસ અને પરિજનો દ્વારા ઈંટો અને કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .ત્યારે શહેરી વિસ્તારોમાં પણ હજી જર્જરીત મિલકતો અડીખમ ઉભી હોય ને પડવાની રાહ જોતી હોય ત્યારે ચોમાસાના પ્રારંભે ગ્રામીણ ગામડાઓમાં કાચા મકાન પડવાની ઘતા તો સાવરકુંડલા શહેરમાં પણ જુનવાણી મકાન પડવાની ઘટના ઘટી હતી