સાવરકુંડલાના આંબરડી ગામે ધોધમાર વરસાદ

આંબરડી,
અમરેલી જીલ્લામા લાંબા વિરામ બાદ આજે બપોરે સતત બીજા દિવસે મેઘરાજાનુ મંડાણ થતા એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો, સાવરકુંડલાના આંબરડી ગામે મુશળધાર વરસાદ પડતા ગામ વચ્ચેથી પસાર થતી નેવડી નદીમા પુર જેવી સ્થિતી સજોઈ હતી, આંબરડી સહિત અમરેલીના સાવરકુંડલા પંથકોમા હાલ ધોધમાર વરસાદ શરૂ થતા ખેડુતોમા ખુશી જોવા મળી રહી છે, ગીર કાંઠાના ઉપરવાસમા પણ વરસાદ શરૂ થતા નદી, નાળામા પાણી વહેતા થયા છે તો જીલ્લાના ડેમો મા પણ નવાનીર ની પુષ્કળ આવક શરૂ થતા પાણીની સમસ્યા દુર થતી દેખાઈ રહી છે.