સાવરકુંડલાના આંબરડી, જાબાળ, અભરામપરા, દોલતી અને દેતડમા પવન સાથે એક કલાક વરસાદ ખાબક્યો

  • ત્રણ દિવસનાં વિરામ બાદ વરસાદ પડતા ખેડુતોની ચિંતામા વધારો

આંબરડી,
અમરેલીમા સતત એક માસ સુધી ખાબકી ગયેલા વરસાદથી જીલ્લામા અતિવૂષ્ટીની સ્થિતી સજોઈ છે, સતત એક માસથી મેઘરાજાએ જીલ્લામા દેધનાધન વરસાદ પડી રહ્યા બાદ તડકો નિકળતા ખેડુતોને ખેતી માટે વરાપ મળતા જગતનો તાત હોંશભેર ખેતીકામમા લાગ્યા હતા, ત્યાં આજે સાંજના સમયે એકાએક વાતાવરણમા પલ્ટો આવતા સાવરકુંડલાના આંબરડી, જાબાળ, અભરામપરા, દોલતી,દેતડ સહિત જીલ્લાના કેટલાક ગ્રામ્ય પંથકોમા અડધાથી એક કલાક સુધી પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી જતા ફરી પાણી વહેતા થયા હતા, ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેતીપાકો માટે નિષ્ફળતાના તોળાઈ રહેલા જોખમમા વધારો થતા ખેડુતોની ચિંતામા વધારો થતો જોવા મળી રહ્યો છે.