સાવરકુંડલાના કન્ટેનમેન્ટ ઝોન એવા નાના ઝીંઝુડા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

અમરેલી,સાવરકુંડલા તાલુકાના કન્ટેનમેન્ટ ઝોન એવા નાના ઝીઝુડા ગામે ધારાસભ્ય શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં નાના ઝીઝુડા ગામમાં ખેડૂતોનાં ખેતરમાં પડેલ પાકો તથા ઘાસચારા ને ઘરે લાવવાના પ્રશ્ને મામલતદાર શ્રી સાવરકુંડલા ની સાથે રાાખી ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને ખેડૂતોના ખેતર માં પડેલ ઘાસચારા ને ઘરે લેવા માટેની વ્યવસ્થા ના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ જેમાં મામલતદાર શ્રી તેમજ ભરતભાઈ તથા અનકભાઈ ને સાથે રાખીને ખેડૂતોનાં પ્રશ્નો અંગે યોગ્ય કરવા માટેની સમિક્ષા કરવામાં આવેલ તેમજ હાલ કોરોના વાયરસ અંતર્ગત નાના ઝીઝુડા ગામમાં કોરેન્ટાઇન થયેલ લોકોની પણ જાણકારી મેળવી અને તેમની સમિક્ષા કરવામાં કરવામાં આવેલ હતી કોરેન્ટાઇન થયેલ લોકો ને સોશિયલ ડીસ્ટેશન જાળવીને આશ્વાસન આપવામાં આવેલ હતું, અને ગામમાં દરેક લોકોને આહવાન પણ કરેલ કે આ મહામારી રોગ થી ડરવાની જરૂર નથી પણ પોતાના દ્વારા સાવધાની રાખવા અને ધરે રહો સુરક્ષિત રહો. તેવું જણાવવામાં આવેલ
આમ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મત વિસ્તાર માં સતત કાર્યશીલતા દાખવી ને પોતાના પ્રતિનિધિત્વ નું પાલન કરી લોકોના કામો કરી રહેલ છે, અને લોકોની વચ્ચે સતત કામગીરી કરવામાં આવી રહી છે.