સાવરકુંડલાના ગાધકડાની સીમમાં વૃધ્ધનું કુવામાં પડી જતા મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામની સીમમાં જાબાળ જવાના રસ્તે સવારના સાત વાગે જીવણભાઇ પોપટભાઇ ઠુંમર ઉ.વ.65 પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ અને મોટર ચાલુ કરી સીમમાં પાણી વાળવામાં સરીયું ભરાય જાય તેમા વાર લાગતી હોય જેથી મરચીમાં હાથથી હાંકવાનુ મશીન સાતી હાંકતા હોય અને પાછુ પાછુ સાતી હાંકતા અકસ્માતે પગ લપાસતા કે ડ્રિપની પાઇપમાં પગ ભરાવવાથી એમ કોઇપણ રીતે અકસ્માતે કુવામાં પડી જતા મોત