સાવરકુંડલાના ગામોમાં માસ્ક નહી પહેરી જાહેરનામુ ઉલ્લંઘન કરનારા લોકો સામે રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઇ

  • પોલીસે માસ્ક પહેરવા સુચનાઓ આપી દંડ પણ વસુલ કર્યો

અમરેલી જીલ્લામા વધી રહેલા કોવિડ 19 ના કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા ’વિધાઉટ માસ્ક’ ને બહાર પાડવામા નોટિફેશન મુજબ આજરોજ અમરેલીના સાવરકુંડલા તાલુકા પોલીસ દ્નારા ગ્રામ્ય વિસ્તારોમા કોરોનાના પોઝિટિવ કેસો આવતા માસ્ક નહી પહેરી જાહેરમા ફરતા લોકો ઉપર કોવીડ 19 અંતર્ગત સમજ આપીને માસ્ક પહેરવું કેટલું જરૂરી છે તેવું સમજાવીને માસ્ક ન પહેરેલ લોકો પાસે દંડ ની રકમ વસુલ કરવામા આવી હતી, આ કામગીરીમા સાવરકુંડલા રૂરલના લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા ,PSI જાડેજા તેમજ પોલીસ સ્ટાફના વિજયભાઈ રાઠોડ,કનુભાઈ સાંખટ, રામદેવસિંહ સરવૈયા,રણજીતભાઈ વાળા સહિત પોલીસ ટીમે આજે તાલુકાના ગામોમા 200 વ્યક્તિઓને માસ્ક નહી પહેરી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓને દંડ કરી પાવતી આપી કડક કાયેવાહી હાથ ધરાઈ હતી.