સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ’’નામનો નહી પણ કામનો માણસ’’ એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ ખેડુતોની જમીનમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય અને સિંચાઇનો લાભ મળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે જળ સંગ્રહ કરવો ખાસ જરૂરીયાત છે તે હકીકત સમજી અત્યારથી જ આગવુ આયોજન કરી જળ સંગ્રહ ક્ષેત્રે પરીણામ લક્ષી કામ કરવાનો અભિગમ અપનાવી અગાઉ તાલુકામાં આવેલ દરેક તળાવોની જગ્યાએ જાતે અધિકારીઓને સાથે રાખી તપાસ કરી જરૂરી દરખાસ્તો તૈયાર કરાવી હતી અને પોતાના મત વિસ્તાર માટે વરસાદી પાણીને રોકવા માટેની ખુબજ ઉમદા શરૂઆત કરેલ છે તે બદલ સાવરકુંડલાની જનતા ધારાસભ્યશ્રી કસવાલાને અભિનંદનની લાગણી વ્યકત કરી રહયા છે.સાવરકુંડલા તાલુકામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય અને સિંચાઇનો વધુમાં વધુ લાભ મળે તે માટે સરકારશ્રીમાં રજુઆત કરતા નીચેની વિગતેના ચેકડેમોના કામોની સરકારશ્રી માંથી સૈઘ્ઘાંતીક મંજુરી મેળવેલ છે. નવા તળાવો (1) કન્ટ્રકશન ઓફ ઘોબા વી.ટી.1, (ર) કન્ટ્રકશન ઓફ પીયાવા પી.ટી(દલીનદી) નવા સેફસ્ટેજ પરના કામો (1) ખોડીયાણા પી.ટી, (ર) નાનીવડાળ પી.ટી(પવનચકકી પાસે), (3) વણોટ પી.ટી (રેબચીયા નહેરૂ) હયાત રીપેરીંગ (રીનોવેશન) (1) વણોટ પી.ટી(સોનાડી નહેરુ), (ર) ચરખડીયા પી.ટી કુંભારીયા નહેરુ, (3) આદસંગ પી.ટી નેહાડીયા તળાવ, (4) ઠવી પી.ટી, (5) વિરડી પી.ટી, (6) ઇમ્પ્રુવમેન્ટ ઓફ દાધીયા પી.ટી, (7) ઘનશ્યામનગર પી.ટી (આદસંગ રોડ), (8) ઘોબા પી.ટી, (9) પીઠવડી પી.ટી-1 (નીયર ટુ ધીરૂભાઇ નાકરાણીની વાડી), (10) મોટાઝીંઝુડા પી.ટી (બાબરીયા ધાર એન્ડ ઉમરીયા નહેરા), (11) કૃષ્ણગઢ એમ.આઇ.સ્કીમ સબમજે સી.ડી.સી, (12) ભેંકરા વી.ટી એફ.ડી.આર, (13) જાબાળ વી.ટી (હરીજન વાસ પાસે એફ.ડી.આર), (14) જાબાળ વી.ટી (લીંબાળા) ઉપરાંત તાલુકામાં આવેલ તળાવોમાં જંગલ ઉગી નિકળેલ હોય તેવા તળાવોને જંગલ કટીંગ કરી સફાઇના કામોની પણ સૈઘ્ઘાંતીક મંજુરી મળતા તાલુકાની આમ જનતા આનંદની લાગણી અનુભવી રહી