સાવરકુંડલાના ઘાંડલા ચેકડેમમાં ડુબી જતા યુવાનનું મોત

સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે રહેતા જયસુખ મોહનભાઇ ચૌહાણ ઉ.વ.25 નશો કરેલી હાલતમાં હોય અને કોઇ ભાન ન રહેતા ઘાંડલા ગામે સુરજવડી નદીના પુલ પરથી ચેક ડેમમાં પડી જતા પાણી મા ડુબી જવાથી મોત નિપજયાનું રમેશભાઇ મોહનભાઇ ચૌહાણએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.