સાવરકુંડલાના છેવાડે આવેલ દેતડ ગામના ખેડૂતોને પરેશાની

  • અમરેલી જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો હતો જ્યારે
  • ગામના 55 જેટલા ખેડૂતો કાચા રસ્તાના કારણે વાડી ખેતરે જઈ શકતા નથી

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકાના છેવાડે આવેલું દેતડ ગામના ખેડૂતોની વેદના એવી છે કે દેતડ ગામ થી ભાક્ષિ જવાનો ચાર કિલોમીટર નો કાચો રસ્તો જૂના સમયમાં ઢબા નામે ઓળખાતો હતો. દેતડ ગામ ના ખેડૂતોની ખેતીલાયક 70 ટકા જમીન આ રસ્તે આવેલી છે તેમજ ગૌચરણ પણ મોટાભાગના રસ્તે આવેલું છે દેતડ ગામ થી ભાક્ષી અને ભંડારિયા જવા માટેનો મુખ્ય આ રસ્તો ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે આ રસ્તો એટલો બધો ચાલવામાં દુષ્કર બન્યો છે કે બળદગાડું કે ટ્રેક્ટર લઈને જવું અશક્ય બને છે રસ્તા પર એકથી દોઢ ફૂટ ખૂંચી જવાય તેવો ગારો જામી ગયો છે અને આ ચીકણી માટીમાંથી ચાલીને જવું ખૂબ જ મુશ્કેલ બને છે માત્ર પુરુષો જ આ રસ્તે હિંમત કરીને પોતાના વાડી ખેતર પહોંચી શકે છે ત્યારે મહિલાઓ તો જઇ શકતી નથી અને બળદગાડા કે ટ્રેક્ટર લઈને જવાનું કોઈ સાહસ કરે તો ક્યાંક ને ક્યાંક રસ્તા વચ્ચે ખૂંચી જવાની અનેક ઘટનાઓ સામે આવી છે આસપાસના દોલતી અને અન્ય ગામોને ભંડારીયા જે તીર્થ સ્થાન છે ત્યાં જવા માટે પણ આ રસ્તે જ જવું પડતું હોય ચોમાસાના ચાર મહિના ભંડારિયા તીર્થસ્થાન જવા માટે 20 કિલોમીટર ફરવા જવું પડે છે ત્યારે આ ચાર કિલોમીટરનો અતિ દુષ્કર અને માથાના દુખાવા સમાન બનેલો આ પ્રશ્ન છેલ્લા 40 વર્ષથી દેતડ ગામ ના 55 જેટલા ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે એવું નથી કે આ રસ્તાની મુશ્કેલી અધિકારી અને પદાધિકારીઓ જાણતા નથી ચૂંટણી સમયે કે અન્ય સમયે નેતાઓ અને અધિકારીઓની મુલાકાત વખતે ગામના આગેવાનો ધારદાર રજૂઆત કરે છે પરંતુ માત્ર ઠાલા આશ્વાસનો અને ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે તેવી લોભામણી વાતો કહી અને ચાલ્યા જાય છે ત્યારે આ સાવરકુંડલા તાલુકા ના છેવાડે આવેલ દેતડ ગામના ખેડૂતોએ લેખિત રજૂઆતો પણ અધિકારીને કરેલી છે ગામના આગેવાન ભનુ ભાઈ નારણભાઈ વેકરીયા એ તાજેતરમાં જ માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઇજનેરને ગ્રામજનો અને ખેડૂતોની સહીઓથી એક અરજી પણ મોકલેલી છે પરંતુ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે 40 વર્ષ જુનો આ પ્રશ્નો ઉકેલવામાં કોઈ પાસે સમય નથી એવી અનુભૂતિ આ ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે જગતનો તાત છેલ્લા ચાલીસ ચાલીસ વર્ષથી પોતાના વાડી ખેતરે ચોમાસાના સમયમાં ન જઈ શકે તેનાથી તો મોટી કમનસીબી આ ખેતીપ્રધાન દેશ અને ખેતીપ્રધાન અમરેલી જિલ્લામાં કઈ હોઈ શકે. જોકે આ વર્ષે દેતડ ગામના 55 જેટલા ખેડૂતોએ સરકાર પાસે અને 40 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસના અનેક પદાધિકારીઓ બદલાયા અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ નહીં મળતા અપને હાથ જગન્નાથ ના સૂત્ર ને સાર્થક કરી રૂપિયા 70 હજાર નો ફાળો કરી રસ્તો સારો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ છેલ્લા વરસાદે આ રસ્તો ફરી બગાડી નાખ્યો .આ કાચા રસ્તા ઉપર એકથી દોઢ ચીકણી માટી હોવાથી ક્યારેય નક્કર પરિણામ નહિ આવી શકે તેવું ગામ લોકોને અહેસાસ પણ થયો છે હવે ગામ લોકોની એક જ માગણી છે કે સરકાર સુધી અમારી વેદનાને પહોંચાડો.ત્યારે છેવાડાના માનવીનો વિકાસ કરવાની વાતો કરતી સરકાર ની નજર સાવરકુંડલાના દેતડ ગામ સુધી પહોંચે છે કે નહીં તે પ્રશ્ન દેતડ ગામ ના ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે.