સાવરકુંડલાના જીરા અને ખડકાળા નજીક પેસેન્જર ટ્રેઈન હડફેટે લેતા સિંહણનું મોત

અમરેલી,
સાવરકુંડલામાં જીરા અને ખડકાળા નજીક પેસેન્જર ટ્રેન હડફેટે આવી જતા સિંહણને ઇજા થઇ હતી. બાદમાં સિંહણનું મોત થયાનું જાણવા મળ્યું છે. પીપાવાવ સુરેન્દ્રનગર રેલ્વે ટ્રેન પર ફરી સિંહણની દુર્ઘટનાં બની છે. મહુવા બાંદ્રા ટ્રેઈન સાથે રેલ્વે ટ્રેક પર સિંહણનેપીઠ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થયેલી.અગાઉ પણ ત્રણ સિંહોનાં ટ્રેન હડફેટે મોત થઇ ચુક્યાં છે. ફરી જાણવા મળતી વિગત અનુસાર રેલ્વે હડફેટે સિંહણ આવી જતા તેનું મોત નિપજ્યું હતું. ફાટક નંબર 52 ઉપર સર્જાયેલી આ ઘટનાનો વીડીયો પણ વાયરલ થયો છે. બનાવની જાણ થતા વન વિભાગની સાવરકુંડલા અને લીલીયા ટીમ દોડી ગઇ .