સાવરકુંડલાના જીરા ગામે વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનો દ્વારા ચિમકી અપાઇ

સાવરકુંડલા,
સાવરકુંડલા ના જીરા ગામે શેત્રુજી નદી માંથી રેતી ચોરીની ઘટનાઓ અને ગૌચરની જમીનો પર દેશી દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવી ને જીરા ગામના સ્થાનિકોએ આવનારી વિધાનસભા 2022 ની ચૂંટણીનો બહિષ્કાર કરીને અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર ને લેખિતમાં જાણ કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં પોલીસ અને ખનીજ તંત્રની કામગીરીઓ સામે સવાલો ઉભા થયા હોય તેમ જીરા ના મહિલા સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા એ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી ને જીરા ગ્રામ પંચાયત ના લેટર પેડ ઉપર લેખિત પત્ર પાઠવીને જીરા ગામની નજીક આવેલ શેત્રુજી નદી માંથી રાત્રિના ખનીજ માફીયાઓ દ્વારા રેતીની ચોરીઓ થઈ રહી છે ને રાત્રિના ટ્રેકટર, ટ્રક, ડમપ્ર જેવા વાહનોથી રેતી ચોરી થઈ રહી છે ને ખનિજ માફીયાઓ માંથાભારે હોવાથી કોઈ એક શબ્દ ઉચારી શકતું નથી જ્યારે ગૌચરની જમીનો પરથી રેતી ચોરીને વાહનો નવી રસ્તો બનાવીને પસાર થઈ રહ્યા છે ને જીરા ગામના સીસીટીવી માં રેતી ચોરી થતી હોવાના ફૂટેજ હોવા છતાં એકેય તંત્ર ધ્યાન આપતું નથી ને પોલીસને જાણ કરવા છતાં અમારે આ ન આવે તેવા ઉડાઉ જવાબો મળી રહ્યા છે ગામની મહિલા સરપંચ હોવાથી ભૂમાફિયા ઓને ખુલ્લો દોર મળી ચૂક્યો હોય તેવી પ્રતીતિ જોવા મળી રહી છે જ્યારે ગૌચરની જમીનો પર દેશી દારૂનું દુષણ હોવાનો પણ પત્રમાં આક્ષેપ કરીને આગામી 2022 ની ચૂંટણીનો બહિષ્કાર જીરા ગામવાસીઓએ કર્યો છે